You are currently viewing ગુજરાતમાં માંદગી વાળું હવામાન, ઠંડી અને ગરમી એક સાથે હવામાન વિભાગની આવનારા 5 દિવસ માટેની આગાહી

ગુજરાતમાં માંદગી વાળું હવામાન, ઠંડી અને ગરમી એક સાથે હવામાન વિભાગની આવનારા 5 દિવસ માટેની આગાહી

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતા છે.હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી 5 દિવસ રાજ્યમાં હવામાન સૂકું રહેશે. તેમજ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. આગાહી મુજબ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં રાત્રિનું તાપમાન 19.4 ડિગ્રી. જ્યારે ગાંધીનગરમાં રાત્રિનું તાપમાન 18 ડિગ્રી, નલિયામાં રાત્રિનું તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું હતું. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. પવનના કારણે ઠંડીનો અહેસાસ. આવી સ્થિતિમાં બપોરના સમયે સામાન્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે

ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં તમારે કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ઠંડા વાતાવરણમાં તાપમાનનો પારો મહત્તમ 14 ડિગ્રી સુધી ગગડી શકે છે. રાત્રિના તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે.

હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય રહેશે

પ્રાપ્ત માહિતી અનુસાર, હિમાચલ પ્રદેશમાં 17 થી 21 ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહી છે. તો ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે અને ઠંડા પવનોની ધારણા છે. 22મીથી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply