You are currently viewing ગુજરાતમાં પીએમ મોદીએ આટલી વંદે ભારત ટ્રેનો ને આપી લીલી ઝંડી, હવે કલાકોની મુસાફરી થઇ જશે મિનિટોમાં એ પણ હાઈફાઈ સુવિધા સાથે

ગુજરાતમાં પીએમ મોદીએ આટલી વંદે ભારત ટ્રેનો ને આપી લીલી ઝંડી, હવે કલાકોની મુસાફરી થઇ જશે મિનિટોમાં એ પણ હાઈફાઈ સુવિધા સાથે

PM Modi in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચી ગયા છે. PM નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સાબરમતી ડી કેબીન પહોંચ્યા છે. અહીં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યો.

વંદે ભારત ટ્રેનને ગ્રીન સિગ્નલ

સાબરમતી ડી કેબીન ખાતે વેસ્ટર્ન ડીએફસીના ઓપરેશન કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ અને નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ સહિત 10 વંદે ભારત ટ્રેનોને અહીંથી લીલી ઝંડી આપવામાં આવી છે.

પીએમ મહાત્મા ગાંધીની પ્રતિમાને નમન કરશે

વડાપ્રધાન આજે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. પીએમ નરેન્દ્ર મોદી આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં ભાગ લેશે. સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્લાનની પણ સમીક્ષા કરશે. પીએમ મોદી મહાત્મા ગાંધીની પ્રતિમાને દોરો બાંધીને નમન કરશે.

પીએમ મોદી ગાંધી આશ્રમમાં વૃક્ષારોપણ કરશે. વડાપ્રધાન ત્યારબાદ રાજસ્થાનના પોખરણ ખાતે બપોરે ત્રિ-સેવા લાઈવ ફાયર અને કવાયતના સ્વરૂપમાં સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના સંયુક્ત પ્રદર્શન ‘ભારત શક્તિ’ના સાક્ષી બનશે.

પીએ મોદીએ આજે ​​એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply