You are currently viewing Predication On Holi Ambalal Patel: અંબાલાલ પટેલે હોળીની ઝાર પરથી આ વર્ષના ચોમાસાનો કાઢયો વરતારો, જુઓ દુષ્કાળ પડશે કે પુષ્કળ વરસાદ

Predication On Holi Ambalal Patel: અંબાલાલ પટેલે હોળીની ઝાર પરથી આ વર્ષના ચોમાસાનો કાઢયો વરતારો, જુઓ દુષ્કાળ પડશે કે પુષ્કળ વરસાદ

Predication On Holi Ambalal Patel: નક્ષત્ર, પવનની દિશા જોઈને ચોમસાનો વર્તારો કાઢવામાં આવે છે. હોળી અખાત્રીજનો પવન જોવામાં આવે છે. જોકે, હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ ઝાર જોવાની નહીં પરંતુ પવનની દિશા જોવાની હોય છે. પવનની દિશા પરથી આવનારું વર્ષ કેવું રહેશે, તેનો વર્તારો કાઢવામાં આવતો હોય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે કે, હોળી ઉનાળાના મુખનો તહેવાર હોવાથી ઉનાળામાં ગરમી કેવી રહેશે અને વાયુચક્ર કેવું રહેશે, તેનો બોધ કરે છે. ત્યાર બાદ અખાત્રીજના પરોઢીયાનો પવન જોવામાં આવતો હોય છે. સામાન્ય રીતે ઠંડી હોળી તાપીને જાય તો સારુ કહેવાય છે.

હોળીનો પવન ઉત્તર કે ઈશાન તરફનો હોય તો શિયાળો લંબાઈ શકે છે. પૂર્વનો પવન હોય તો વર્ષ ખંડવૃષ્ઠી વાળું આવે, ઈશાનના પવન વાય તો ઠંડી આવે. હોળીના દિવસે ખુણા અને ઓઠેય દિશાનો પવન જોવાનો હોય છે. ઉત્તરનો પવન શિયાળો લંબાય, પરંતુ વરસાદ પુષ્કળ થવાના ચિન્હ બતાવે છે.

પશ્ચિમ અને વાયવ્ય પવન વાય તો પણ વરસાદ સારો થાય. નૈઋત્યનો પવન સાધારણ વરસાદ થવાના ચિંહ બતાવે છે. દક્ષિણનો પવન વાય તો વર્ષ નબળું થવાના સંકેત બતાવે છે. અગ્નિનો પવન વાય તો ચોમાસાનો ભારે વાયુ ફંકાય અને વર્ષ નબળું આવે. પૂર્વનો પવન વાય તો વર્ષ દરમિયાન ચારેય દિશાનો પવન વાય અને આકાશમાં ઘુમરી ચડે તો દુકાળ પડે. રાજા-પ્રજા પર ભાર રહે. જ્યાં સુધી શિયાળું પવન ફૂંકાતો હોય ત્યાં સુધી ઋતુ નિયમિત ગણવી.

હોળીના દિવસે ચાર ઘડી એટલે 96 મિનિટ સુર્યાસ્ત બાદ જોવાનો હોય છે. જો ઉગમણો પવન વાય તો વર્ષે અંડવૃષ્ટિ થાય. ઉત્તરનો પવન વાય તો તિડની ઉપદ્રવ વધે. આથમણો પવન ફૂંકાય તો ઘરે ઘરે મંગલ કરાવે અને દક્ષિણ દિશાનો પવન વાય તો રોગ આવે.

હોળી પ્રગટાવ્યા બાદ ઝાર જોવામાં આવે છે. જોકે આ રીત સાચી નથી, પરંતુ હોળીનો પવન જોવાનો હોય છે. સૂર્યાસ્ત થઇ ગયા બાદ 96 મિનિટ સુધી જોવાનો હોય છે. અનુમાન છે કે, હોળીના દિવસે પવન સામાન્ય રીતે પશ્ચિમ તરફનો કે વાયવ્ય અને ઉત્તર તરફનો રહી શકે અને રાતે પવન બદલાઇ શકે.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply