You are currently viewing હવામાન વિભાગે આ શહેરોને આપી દીધું યલો અલર્ટ, લોકોએ ઘરની બહાર નીકળતા પહેલા રાખવી સાવધાની

હવામાન વિભાગે આ શહેરોને આપી દીધું યલો અલર્ટ, લોકોએ ઘરની બહાર નીકળતા પહેલા રાખવી સાવધાની

Gujarat Weather update: રાજ્યમાં તાપમાનમાં વધારો થતાં આકરી ગરમી પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પોરબંદર અને કચ્છમાં પાંચ દિવસ હીટ વેવ રહેવાની સંભાવના છે. તેમણે એમ પણ કહ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળા પવનો ફૂંકાશે. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાજ્યના 14 શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજકોટ 39.3 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. તો આજે આપણે જાણીએ કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ગરમ ​​પવનો સાથે હીટ વેવની અપેક્ષા છે અને મહત્તમ તાપમાન કેટલી ઉંચાઈએ પહોંચી શકે છે.

મંગળવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હવામાનશાસ્ત્રી અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળા હવામાનની આગાહી છે. હવામાન વિભાગે પોરબંદર અને કચ્છમાં પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે અન્ય વિસ્તારોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.

આ સાથે રાજ્યના વધતા તાપમાનના આંકડા આપતાં જણાવ્યું હતું કે મંગળવારે રાજકોટમાં સૌથી વધુ 39.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ રહ્યું હતું. મંગળવારે દિવસ દરમિયાન ભુજ, ડીસા, અમરેલી, પોરબંદર, અમદાવાદ, વડોદરા, નલિયામાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.

જ્યારે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 37.3 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતું. અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહી શકે છે. અમદાવાદમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 18 ડિગ્રીનો તફાવત રહ્યો હતો. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હોળી બાદ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 માર્ચ સુધી મહત્તમ ગરમી જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન જોરદાર રહેશે. જેમાં માર્ચ મહિનામાં રાજ્યમાં ગરમીની સાથે વરસાદની સંભાવના છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply