You are currently viewing Xiaomi SU7 : Xiaomiએ લોન્ચ કરી પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર, જાણો કિંમત અને ફીચર્સ….

Xiaomi SU7 : Xiaomiએ લોન્ચ કરી પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર, જાણો કિંમત અને ફીચર્સ….

Xiaomi SU7 : ચીનની અગ્રણી સ્માર્ટફોન ઉત્પાદક Xiaomiએ આખરે સત્તાવાર રીતે તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર Xiaomi SU7 Sedan લોન્ચ કરી છે. કંપનીએ ચીનમાં આ ઇલેક્ટ્રિક સેડાનનું બુકિંગ શરૂ કરી દીધું છે, જેને એપ દ્વારા બુક કરી શકાય છે. આ કારને 215,900 Yuan થી 299,900 Yuan વચ્ચે લોન્ચ કરવામાં આવી છે.

Xiaomi SU7 ની ભારતમાં કિંમત

જો આપણે આ કારની કિંમત ભારતીય ચલણમાં કન્વર્ટ કરીએ તો આ કારની શરૂઆતની કિંમત 25 થી 30 લાખ રૂપિયાની આસપાસ હશે. કિંમત પ્રમાણે, Xiaomi SU7 ઇલેક્ટ્રિક કાર ટેસ્લા મોડલ 3 કરતાં સસ્તી છે. ચીનમાં ટેસ્લા મોડલ 3 ની પ્રારંભિક કિંમત 245,900 યુઆન છે.

Xiaomi SU7 ની ડિઝાઇન અને સુવિધાઓ

Xiaomi SU7 ઈલેક્ટ્રિક કાર એક શાનદાર કાર છે જેમાં ઘણી અદ્યતન સુવિધાઓ અને ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. આ કાર ટેસ્લા મોડલ 3 કરતા પણ સસ્તી છે, જે તેને એક ઉત્તમ વિકલ્પ બનાવે છે. જ્યારે આ ઇલેક્ટ્રિક સેડાન કાર લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે યુઝર્સે તેના લુક અને ડિઝાઈનને જોઈને ઘણા રિવ્યુ આપ્યા હતા.

કેટલાકે કહ્યું કે તેની ડિઝાઇન ટેસ્લા અને પોર્શે જેવી જ છે. Xiaomiના CEO Lei Jun એ કહ્યું છે કે Xiaomi કારમાં સ્માર્ટ ટેક્નોલોજીને મહત્વ આપવામાં આવ્યું છે, આ ફિચર તેને અન્ય કારથી અલગ બનાવે છે.

Xiaomi SU7 ના વેરિયન્ટ્સ

  • બેઝ મોડલ: 73.6kWh બેટરી, 668 કિમી રેન્જ, 2.9 સેકન્ડમાં 0-100 kmph.
  • હાઇ-એન્ડ મોડલ: 101kWh બેટરી, 800km રેન્જ, 2.78 સેકન્ડમાં 0-100km/h પ્રવેગક.

Xiaomi SU7 વેચાણ

Xiaomi SU7 ઇલેક્ટ્રિક કાર 11 એપ્રિલ, 2024 થી ચીનમાં વેચાણ પર જશે. કંપનીને આ કાર માટે 10,000 યુનિટની પ્રી-બુકિંગ મળી ચૂકી છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply