ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીના રોજ અબુ ધાબી, સંયુક્ત આરબ અમીરાતમાં ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના ઉદ્ઘાટન બાદ મુસ્લિમ દેશમાં વધુ એક મંદિર બનવા જઈ રહ્યું છે. આ દેશનું નામ બહેરીન છે. BAPS બહેરીનમાં મંદિર બનાવશે. આ માટે જમીન ફાળવવામાં આવી છે અને આ મંદિરના નિર્માણ માટેની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી છે. આ મંદિરનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.
બહેરીનનું બનારૂ મંદિર અબુ ધાબીના મંદિર જેટલું ભવ્ય હશે. આ મંદિરનું નિર્માણ બોચાસણની શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવશે. જેમણે અબુધાબીમાં મંદિર બનાવ્યું છે. અબુ ધાબીમાં બનનારા મંદિર પર 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને બહેરીનમાં બનનારા મંદિર પાછળ પણ ઘણો ખર્ચ થવાનો છે. BAPS પ્રતિનિધિ મંડળે બહેરીનના ક્રાઉન પ્રિન્સ સલમાન બિલ હમદ અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી.
સ્વામી અક્ષરતી દાસ, ડો. પ્રફુલ્લ વૈદ્ય, રમેશ પાટીદાર અને મહેશ દેવજીના પ્રતિનિધિ મંડળે ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ હિંદુ મંદિર બનાવવાનો હેતુ તમામ ધર્મોના લોકોને આવકારવાનો, વિવિધ સંસ્કૃતિઓ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે જગ્યા પ્રદાન કરવાનો છે. બરહીનમાં મંદિરના નિર્માણની મંજૂરી મળ્યા બાદ, બોચાસણ સ્થિત શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના મહંત ગુરુ સ્વામી મહારાજે ક્રાઉન પ્રિન્સ સલમાન બિન હમાદ અલ ખલીફા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો અને ધાર્મિક સંવાદિતામાં વિશ્વાસ દર્શાવે છે. તેમણે મંદિરનું જલ્દી નિર્માણ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. જેથી કરોડો લોકોને શાંતિ મળે.
અગાઉ ભારતીય મૂળના રહેવાસીઓએ કહ્યું હતું કે મોદીજીના કારણે UAEમાં મંદિર બની રહ્યું છે. એક ઈસ્લામિક દેશમાં જ્યાં મૂર્તિ પૂજાને હરામ માનવામાં આવે છે ત્યાં પણ મોદીજીના કારણે આટલું ભવ્ય મંદિર બની રહ્યું છે.
આ પણ જુઓ:- પરેશ ગોસ્વામીની ગાભા કાઢીનાખે તેવી આગાહી, આ તારીખોમાં રેકોર્ડ બ્રેક પડશે ગરમી