રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India)એ માર્ચના મહિનામાં રજાઓનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. તેથી જો તમારે બેન્ક સાથે જોડાયેલા કામ હોય તો પહેલા કરી લો, જેથી તમારૂ કોઈ જરૂરી કામ અટકી ન જાય. આવો જાણીએ રાજ્યો પ્રમાણે ક્યારે-ક્યારે બેન્કમાં રજા રહેશે.
સ્થાનીક તહેવારો પ્રમાણે નક્કી થાય છે રજાઓ
માર્ચમાં 14 દિવસ બેન્કોમાં રજા છે. માર્ચમાં પ્રથમ રજા 1 માર્ચે છે. 1 માર્ચે મિઝોરમમાં ચપચાર કુટ તહેવાર છે, આ સિવાય હોળીની સાથે 12 માર્ચે રમઝાનની શરૂઆતના દિવસે ઘણી જગ્યાએ રજા છે. આ રજા અલગ-અલગ રાજ્યો પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે, કારણ કે રજાઓ સ્થાનીક તહેવારને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવે છે.
બીજા અને ચોથા શનિવારે બેન્કો રહે છે બંધ
આરબીઆઈની ગાઇડલાઇન પ્રમાણે બેન્ક રવિવારની સાથે-સાથે મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બંધ રહે છે. રિઝર્વ બેન્કે 1, 8, 22, 25, 26, 27 અને 29 માર્ચે રજાની જાહેરાત કરી છે. આ સિવાય મહિનામાં 3,10,17, 24 અને 31 માર્ચે પાંચ રવિવાર અને 9 તથા 23 માર્ચે બીજા અને ચોથા શનિવારની રજા પણ બેન્કોમાં રહેશે.
માર્ચ 2024માં બેન્કોની રજાનું લિસ્ટ
1 માર્ચ, શુક્રવાર, ચાપચર કુટ મિઝોરમ
3 માર્ચ, રવિવાર, સમગ્ર ભારતમાં બેન્ક બંધ
8 માર્ચ, શુક્રવાર, મહાશિવરાત્રી
9 માર્ચ, શનિવાર, સમગ્ર ભારતમાં મહિનાનો બીજો શનિવાર
10 માર્ચ, રવિવાર, સમગ્ર ભારતમાં રજા
17 માર્ચ, રવિવાર, સમગ્ર ભારતમાં રજા
22 માર્ચ, શુક્રવાર, બિહાર દિવસ (બિહાર)
23 માર્ચ, શનિવાર, સમગ્ર ભારતમાં મહિનાનો ચોથો શનિવાર
24 માર્ચ, રવિવાર, સમગ્ર ભારતમાં રજા
25 માર્ચ, સોમવાર, હોળી
26 માર્ચ, મંગળવાર, બીજો દિવસ/હોળી ઓડિશા, મણિપુર અને બિહાર
27 માર્ચ, બુધવાર, હોળી બિહાર
29 માર્ચ, શુક્રવાર, ગુડ ફ્રાઈડે
31 માર્ચ, રવિવાર, સમગ્ર ભારતમાં રજા
1 માર્ચ- મિઝોરમમાં ચાપચાર કુટ પર બેન્કો બંધ રહેશે
8 માર્ચ- મહાશિવપાત્રી પર ત્રિપુરા, મિઝોરમ, તમિલનાડુ, સિક્કિમ, અસમ, મણિપુર, ઈટાનગર, રાજસ્થાન, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, નવી દિલ્હી, ગોવા, બિહાર અને મેઘાલયને છોડી દેશભરમાં બેન્ક બંધ રહેશે.
22 માર્ચ- બિહાર દિવસ (બિહારમાં બેન્ક બંધ
25 માર્ચ- હોળી પર મોટા ભાગના રાજ્યોમાં બેન્ક બંધ રહેશે.
26 માર્ચ- ધુળેટીના દિવસે પણ ઘણી જગ્યાએ બેન્ક બંધ રહેશે.
29 માર્ચ- ગુડ ફ્રાઇડે- ત્રિપુરા, અસમ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશને છોડી દેશભરમાં બેન્ક બંધ રહેશે.