શનિવાર અને રવિવારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેની અસર આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે, સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટ જેટલો ઘટ્યો હતો.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે વિશ્વભરના બજારોમાં તણાવ છે. એશિયન બજારો 1 થી 1.25 ટકા સુધી નીચે ટ્રેડ કરી રહ્યાં છે. આ સાથે જ સોમવારે ભારતીય શેરબજારમાં પણ તીવ્ર વેચવાલી નોંધાઈ રહી છે.
શેર માર્કેટના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ લગભગ 929.74 પોઈન્ટ ઘટીને 73,315.16 પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 216.9 પોઇન્ટ ઘટીને 22,302.50ના સ્તરે પંહોચી ગયો છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 793 પોઈન્ટ ઘટીને 74,244 પર બંધ થયો હતો.