You are currently viewing અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ ને લઈને કરી મોટી આગાહી, એપ્રિલ મહિનાની આ તારીખોમાં પડશે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ ને લઈને કરી મોટી આગાહી, એપ્રિલ મહિનાની આ તારીખોમાં પડશે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

Gujarat Weather Forecast :  આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમી પડવાની સંભાવના છે. જૂન સુધી તાપમાન ઉંચુ રહેવાની શક્યતા છે. આ માટે આગામી સપ્તાહથી ગુજરાતના તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે. એપ્રિલના અંતથી ગુજરાત સહિત 23 રાજ્યોમાં હીટવેવની શક્યતા છે. એપ્રિલમાં સતત 20 દિવસ સુધી હીટ વેવ રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં આ વર્ષે જૂનમાં ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે. હીટ વેવની અસર મેદાની વિસ્તારોમાં વધુ રહેવાની શક્યતા છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે.

જો કે રાહતના સમાચાર એ છે કે આખા એપ્રિલ મહિનામાં ગરમીનો સામનો કરવો પડશે નહીં. કારણ કે, એપ્રિલની શરૂઆતમાં જ કમોસમી વરસાદ દસ્તક આપશે. કમોસમી વરસાદ ઉનાળાના તાપમાનમાં ઘટાડો લાવી શકે છે. ગુજરાતમાં બદલાયેલી હવામાનની પેટર્ન વચ્ચે નવી આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની સંભાવના છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ મહિનામાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે. ગુજરાતમાં ચક્રવાતી તોફાન સાથે વરસાદ આવશે.

એપ્રિલમાં વરસાદ પડશે

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ મહિનામાં ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર થશે. એપ્રિલ મહિનામાં વરસાદ પડશે. આ સાથે વાતાવરણમાં તોફાની પવનોનું પ્રમાણ પણ વધશે. એપ્રિલથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. જેના કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

એપ્રિલમાં પણ ગરમી રહેશે

અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં તાપમાનમાં પણ વધારો થશે. રાજ્યમાં 20 એપ્રિલથી આકરી ગરમીનો પ્રારંભ થશે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તેથી મે મહિનામાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધશે.

એપ્રિલમાં પણ હીટ વેવ

એપ્રિલના પ્રથમ સપ્તાહથી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. હાલમાં ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. પરંતુ એપ્રિલ શરૂ થતાં જ વાતાવરણમાં પલટો આવશે. બીજા દિવસે ફરીથી તાપમાનમાં વધારો થશે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply