You are currently viewing આજે અબુધાબીના પ્રથમ ભવ્ય હિન્દૂ મંદિરમાં ભગવાની કરાઈ પ્રાણ પ્રતિષ્ઠા PM મોદી હાજર, ભગવાનના કરો પ્રથમ દર્શન અહીં ક્લિક કરીને

આજે અબુધાબીના પ્રથમ ભવ્ય હિન્દૂ મંદિરમાં ભગવાની કરાઈ પ્રાણ પ્રતિષ્ઠા PM મોદી હાજર, ભગવાનના કરો પ્રથમ દર્શન અહીં ક્લિક કરીને

BAPS Hindu Mandir : અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સંવાદિતા, સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાએ પોતાની અદભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મંદિર નિર્માણ કર્યું છે. આજે એટલે કે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, ભારતીય સમય પ્રમાણે સવારે 8:45 પછી શરૂ થઈ હતી. મહત્વનું છે કે, સંધ્યા સમયે લોકાર્પણ સમારોહ ભારતીય સમય પ્રમાણે સાંજે 6 થી 9:50 દરમિયાન યોજાશે. આજે BAPS મંદિરમાં મહંત સ્વામીના હસ્તે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની બે દિવસીય મુલાકાતે છે. તેઓ આજે સાંજે અબુધાબીમાં 27 એકરમાં ફેલાયેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરમાં સવારથી જ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. આ મંદિરનું નિર્માણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS દ્વારા કરવામાં આવ્યું છે. તેની કિંમત 700 કરોડ રૂપિયા છે. નોંધનિય છે કે,. PM મોદી 13 જાન્યુઆરીએ દુબઈ પહોંચ્યા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ.

આ પણ જુઓ:-સાવ પાણીના ભાવમાં મળે છે અહીં કાજુ, બદામ, કિસમિસ, અને પિસ્તા જલ્દીથી જોઈલો

મિત્રો સાથે શેર કરો

Leave a Reply