You are currently viewing ચણાના ભાવોમાં થયો વધારો જુઓ આજના તાજા માર્કેટિંગ યાર્ડ ના ભાવ અહીં ક્લિક કરીંને

ચણાના ભાવોમાં થયો વધારો જુઓ આજના તાજા માર્કેટિંગ યાર્ડ ના ભાવ અહીં ક્લિક કરીંને

chickpeas market trends: અમરેલી જિલ્લામાં રવિ પાકમાં સૌથી વધુ ચણાનો વાવેતર નોંધાયું હતું. અમરેલી જિલ્લામાં મોટાભાગનો પિયત વાળો વિસ્તાર છે. આ વિસ્તારોની અંદર રવિ પાકમાં ચણા ઘઉં, જીરું અને અન્ય મસાલા વર્ગનું વાવેતર કરવામાં આવે છે.

ચાલુ વર્ષે સૌથી વધુ ચણાનું વાવેતર નોંધાયું હતું અને હાલ અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં દેશી ચણાનો ભાવ 1,000 રૂપિયાથી લઇને 1,500 રૂપિયા સુધી બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.મુકેશભાઈ લાલજીભાઈ સાવલિયાએ હતું કે, પોતાની પાસે 80 વિઘા જમીન છે. જેમાંથી 10 વિઘામાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ દેશી ચણાનો ભાવ સાવરકુંડલા અને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખૂબ જ સારા મળી રહ્યા છે.

જેથી આ વર્ષે રવિ પાકના ઉત્પાદનમાં નફા કારક ખેતી થવાની આશા છે. અમરેલી જિલ્લામાં દર વર્ષે ચણાના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહે છે અને ચાલુ વર્ષે પણ ચણાના ભાવમાં 200 થી 300 રૂપિયા સુધીનો પ્રતિ 20 kg એ ભાવમાં વધારો નોંધાયો છે.

દેશી ચણાનો ભાવ 1,000 થી 1,500 રૂપિયા છે. જ્યારે અન્ય વેરાયટીના ચણાનો ભાવ 900 રૂપિયાથી 1270 રૂપિયા સુધી મળી રહે છે. જેથી ખેડૂતોને ઉત્પાદનમાં નફા કારક ખેતી થવાની આશા છે.

ચણાના ભાવમાં વધારો થવાને કારણે ફરસાણના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ છે. ચણાના લોટમાંથી બનતી વિવિધ વાનગી અને ફરસાણના ભાવમાં વધારો થવાની શક્યતા છે.

આ પણ જુઓ:- Gold-Silver price: લગ્ન સીઝન ના આ સમયે સોનાના ભાવોમાં ઘરખમ ઘટાડો જુઓ આજનો તાજો ભાવ અહીં ક્લિક કરીને

મિત્રો સાથે શેર કરો

This Post Has One Comment

Leave a Reply