You are currently viewing Gujarat Weather Forecast : અંબાલાલ ની ભયકંર આગાહી આ તારીખોમાં કરા સાથે પડશે વરસાદ, સાવધાન

Gujarat Weather Forecast : અંબાલાલ ની ભયકંર આગાહી આ તારીખોમાં કરા સાથે પડશે વરસાદ, સાવધાન

Gujarat Weather Forecast : ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ આવવાનો છે. આ પરિવર્તનની લોકોના જીવન પર મોટી અસર પડશે. લોકો સમજી શકતા નથી કે ઉનાળો છે કે શિયાળો છે કે ચોમાસુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે સમગ્ર ગુજરાતનું વાતાવરણ ડહોળાયેલું રહેશે.

આવી સ્થિતિમાં અંબાલાલ પટેલની આગાહીઓ પણ આવી રહી છે. કારણ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં 7મી ફેબ્રુઆરી પછી કડકડતી ઠંડી પડશે. આ વર્ષે શિયાળો હળવો હતો. પરંતુ હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સંતુલિત બની રહે તેવા કોઈ એંધાણ દેખાતા નથી. આવી સ્થિતિમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેશના ઘણા ભાગોમાં 7મી ફેબ્રુઆરી સુધી જોવા મળશે. આ દિવસોમાં તમને હાડકા જમાવી દે તેવી ઠંડીનો પણ અહેસાસ થશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ખાસ કરીને સવાર-સાંજના સમયે ઠંડક વધુ અનુભવાશે.

અંબાલાલ પટેલની આગાહી ફેબ્રુઆરીના આ દિવસોમાં વરસાદ પડશે

અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ દિવસોમાં વરસાદની સાથે કરા પડી શકે છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં છુટા સવાયા ઝાપટા થઈ શકે છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળછાયું વાતાવરણ રહેશે અને રાજ્યને ફરી બેવડો ફટકો પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સૌથી વધુ રાજસ્થાનમાં જોવા મળશે. જેમાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડી શકે છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 થી 15 ફેબ્રુઆરી સુધી ફરી વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. આ સાથે તેઓ એવી પણ આગાહી કરી રહ્યા છે કે 7મી ફેબ્રુઆરીથી ઠંડી શરૂ થશે. જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે.

આ પણ જુઓ:- Gujarat Budget 2024: ગુજરાત સરકારે બજેટમાં મહિલાઓને આપી આ મોટી ભેટ જુઓ અહીં ક્લિક કરીને

તેમણે એવી પણ આગાહી કરી હતી કે 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં હવામાન બદલાશે. ગુજરાતના ઘણા શહેરોના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ગુજરાતમાં અનેક જગ્યાએ છાંટા પડવાની પણ શક્યતા છે. રાજ્યભરમાં વાદળો છવાયેલા રહેશે.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply