Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો
મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય તેમજ કુટુંબ પરિવારમાં સુમેળ જણાય અને જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય, લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું
વૃષભ (બ.વ.ઉ.)
સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે અને સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે તેમજ સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે
મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને ઈમાનદારીની કસોટી થાય વિજય આપનો થાય અને મિત્રોની મદદથી કાર્ય સરળ બનાવી શકશો તેમજ જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને કામકાજમાં સાથી મિત્રોનો સહયોગ મળશે અને નોકરી-ધંધા માટે નવી તકો મળશે તેમજ કરેલા કાર્યોમાં યશ અને સફળતા મળશે તેમજ સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે
સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકોને માન-સન્માન અને આબરૂમાં વધારો થાય તેમજ કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેવું અને નોકરી-ધંધામાં પ્રગતિના યોગો જણાય, કોઈપણ નિર્ણય સમજી-વિચારીને કરવો
કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને નાના-મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી, મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે અને નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે તેમજ ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો જ કામ સુધરશે
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને નોકરી-ધંધામાં ઉજ્જવળ તકો મળશે અને કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું અને લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું તેમજ કરેલી મહેનત સારું ફળ આપશે
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોને ઘરમાં નવી વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે તેમજ નોકરીમાં બઢતી અને મનપસંદ સ્થાન પ્રાપ્તિ મળે અને કાયદાકીય રીતે સાવચેતી રાખવી અને પરિવાર સાથેના સંબંધોમાં સુધારો જણાય
ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળે અને અંગત સમસ્યાઓમાં તકલીફો જણાય તેમજ સંપત્તિને લગતા પ્રશ્નોમાં સારું સમાધાન મળે, નોકરીયાતને કામનો બોજો વધે
મકર (ખ.જ.)
ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય અને પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય તેમજ અભ્યાસ કે નોકરી અર્થે વિદેશ પ્રવાસનું આયોજન થાય, લોન કે કરજ લેવું પડે તો સાવધાની રાખવી
કુંભ (ગ.શ.સ.ષ.)
પિતા-પિતરાઈ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે અને આરોગ્ય બાબતે સાવચેતી રાખવી તેમજ નવા કામકાજમાં ભાગીદારીથી લાભ થાય, સંતાન બાબતની ચિંતામાં વધારો થાય
મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં સુધારો અને રાહત અનુભવાય અને વારસાઈ મિલકતોનો ઉકેલ આવે તેમજ નાના-મોટા પ્રવાસના આયોજનો થાય, સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને કામ સુધરે