You are currently viewing ભૂલેચૂકે આ સમય ન કરી દેતા હોલિકા દહન, નહીં તો બનશો પાપના ભાગી, જાણી લો શુભ સમય

ભૂલેચૂકે આ સમય ન કરી દેતા હોલિકા દહન, નહીં તો બનશો પાપના ભાગી, જાણી લો શુભ સમય

24 માર્ચ અટેલે કે હિન્દુ પંચાગ અનુસાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોળી મનાવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા પર રંગો ઉડાડે છે. તથા સાંજે હોલિકા દહન કરે છે. પરંતુ આ વખતે હોળી-ધુળેટી પર્વ પર ચંદ્રગ્રહણ સર્જાઈ રહ્યો છે. તેથી હોળીની પૂજા-વિધિ અને હોલિકા દહનનો શુભ સમય આ મુજબ રહેશે.

હોલિકા દહન શુભ મુહૂર્ત

હોલિકા દહન: તા. 24/03/2024 ને રવિવાર

હોલિકા દહન સમય: સાંજે 6.40 થી 7.50 વાગ્યા સુધી તથા રાત્રે 11.15 થી 12 વાગ્યા સુધી

અભિજીત મુહૂર્ત: બપોરે 12.02 થી 12.51 વાગ્યા સુધી

હોલિકા દહન બાદ હોળાસ્ટક સમાપ્ત થયું માનવામાં આવે છે.

પૂજા-વિધિ: હોળીના દિવસે ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પૂજા કરવા માટે ખાસ અબીલ, ગુલાલ અને કેળાના ફળનો ઉપયોગ કરવો.

જ્યોતિષાચાર્ય હેમીલભાઈ લાઠીયાના જણાવ્યા મુજબ, ધર્મસિન્ધુ ગ્રંથ મુજબ ફાગણ સુદ પૂનમના દિવસે ભદ્રા રહિત પ્રદોષયુક્ત પૂનમ દરમિયાન હોળી પ્રગટાવવામાં આવે છે. જે મુજબ તા. 24/03/2024 ને રવિવારે સવારે 9.56 વાગ્યે પૂનમ શરૂ થાય છે અને તા. 25/03/2024 ને સોમવારે બપોરે 12.31 વાગ્યે સમાપ્ત થશે. જેથી પ્રદોષ યુક્ત પૂનમ રવિવારે આવે છે.

પરંતુ રવિવારે ભદ્રા 23.14 વાગ્યા સુધી છે અને નિશિથકાલ એટલે કે મધ્યરાત્રિ સમય 24.20 વાગ્યે છે. તે મુજબ 23.15 થી 24.20 સુધી શુદ્ધ સમય દરમિયાન હોલિકા દહન થઈ શકે છે. આ ઉપરાંત વિષ્ટિ અંગેના અન્ય નિયમ મુજબ વિષ્ટિના પૂંછ ભાગમાં પણ હોલિકા દહન થઈ શકે છે. જે મુજબ 18.40 થી 19.50 સમય દરમિયાન પણ હોલિકા દહન થઈ શકે છે.

એસ્ટ્રોલોજર રાહુલ શાહ જણાવે છે કે, સ્થાનિક માર્ગદર્શન અને પ્રાંતીય રિવાજ મુજબ પણ હોલિકા દહન કરવામાં આવે છે. કેટલાક વિદ્વાનો મુજબ હોલિકા દહન દરમિયાન શારીરિક, માનસિક, આર્થિક કષ્ટ મુક્તિ માટે તમામ પીડા હોળીની જ્વાળામાં ભસ્મ કરવાની પ્રાર્થના માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

કેટલીક માન્યતા મુજબ હોળીની જ્વાળા જે દિશા તરફ હોય તે દિશા બાજુ ન ઉભા રહેવાની સલાહ અપાય છે. તો ક્યાંક પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ ઉભા રહીને પૂજા કરવાની સલાહ પણ અપાતી હોવાનું માલુમ પડે છે. પણ સ્થાનીય માર્ગદર્શન મુજબ અનુસરવું વધુ યોગ્ય કહી શકાય.

કેટલાક લોકો હોળીની જ્વાળા કઈ દિશા તરફ જાય છે કે પછી ઉપર આકાશ તરફ જાય છે તેના આધારે વર્ષના વેપારનો વરતારો, રાજકીય કે કુદરતી ઘટનાના એંધાણ જોતા પણ હોય છે. નોંધનીય છે કે તા. 25/03/2024 સોમવાર ચંદ્રગ્રહણ છે. જે પાળવાનુ રહેતુ નથી.

કયા દેશોમાં દેખાશે ચંદ્રગ્રહણ

આ વખતે ચંદ્રગ્રહણ દિવસમાં હોવાના લીધે તે ભારતમાં જોવા મળશે નહિ. પરંતુ આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, હોલેન્ડ, બેલ્જિયમ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, ઈટલી, જર્મની, ફ્રાન્સ, અમેરિકા, જાપાન, રશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક અને એન્ટાર્કટિકા જેવા દેશોના ભાગો ચંદ્રગ્રહણ દેખાશે.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply