Indian-American Now Runs For US Congress : અમેરિકામાં એક ગુજરાતીએ ચૂંટણી લડી છે. ફૂડ ટ્રક બિઝનેસ ચલાવ્યા બાદ ટેક્નોલોજી સ્ટાર્ટ અપ ચલાવનાર ગુજરાતી મહિલા ભાવિની પટેલ હવે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડી રહી છે. પેન્સિલવેનિયાના 12મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી કોંગ્રેસ માટે ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભાવિની પટેલ તેમના ક્ષેત્રમાં લોકપ્રિય મહિલા નેતા બની રહી છે.
તેણે પોતાની કારકિર્દીની શરૂઆત પિટ્સબર્ગમાં ફૂડ ટ્રક ‘ઈન્ડિયા ઓન વ્હીલ્સ’થી કરી હતી. તેની માતા સિંગલ પેરેન્ટ હતી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ ભાવિની પટેલે એક ટેક કંપનીમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું. સ્ટાર્ટઅપ સફળ રહ્યું. આ પછી ભાવિની પટેલે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું.
તે પેન્સિલવેનિયાની 12મી ડિસ્ટ્રિક્ટ સીટ પરથી ડેમોક્રેટિક પાર્ટી તરફથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડી રહી છે. સમર લી યુએસ કોંગ્રેસના આ નીચલા ગૃહમાં ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ હતા, પરંતુ અમેરિકન નીતિ સંબંધિત કેટલાક મુદ્દાઓ પર સ્થાનિક લોકોને તેમના મંતવ્યો પસંદ ન આવવાને કારણે તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. આનાથી ભાવિની પટેલની ઉમેદવારીનો રસ્તો સાફ થઈ ગયો. આ ચૂંટણી 23 એપ્રિલે યોજાશે. ભાવિની પટેલે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.
ભાવિની પટેલને 33 જેટલા ચૂંટાયેલા અધિકારીઓનો પણ ટેકો છે, જેમાં નાના શહેરોના મેયર તેમજ તે વિસ્તારોના કાઉન્સિલ સભ્યોનો સમાવેશ થાય છે. ભાવિની પટેલ કહે છે કે અહીં એનઆરઆઈનો પ્રભાવ છે. જ્યારે મારી માતા અહીં આવી ત્યારે તેણે મારા ભાઈ અને મને સિંગલ પેરેન્ટ તરીકે ઉછેર્યા. અમે પ્રવાસ કર્યો. જુદા જુદા શહેરોમાં રહેતા હતા. મારી માતાએ રેસ્ટોરન્ટ ડીશવોશર તરીકે તેમજ મોટેલ ઉદ્યોગમાં કામ કર્યું હતું. વિવિધ પ્રકારની નાની-મોટી નોકરીઓ કરી. આખરે તે પશ્ચિમ પેન્સિલવેનિયાના નાના ઉપનગર મોનરોવિલેમાં રહેવા ગઈ, જ્યાં તેણે એક નાનો કેટરિંગ વ્યવસાય ખોલ્યો. ત્યાંના સ્થાનિક પટેલ ભાઈઓ સમોસા અને બીજી ઘણી પેસ્ટ્રી સપ્લાય કરતા હતા. ત્યાંથી તેણે ફૂડ ટ્રકનો બિઝનેસ શરૂ કર્યો. તેથી, મારો પરિવાર છેલ્લા 25 વર્ષથી ફૂડ ટ્રક ચલાવે છે.
આ પણ જુઓ:- RBI MPC Meeting: RBI ના આ કડક નિર્ણય થી લોન લેનાર કરોડો લોકોને થશે મોટી અસર જુઓ અહીં ક્લિક કરીને