LIC Aadhaar Shila Plan: દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની એલઆઈસી-ભારતીય જીવન વીમા નિગમે લોકોને રોકાણની આદત પાડી છે. એલઆઈસીના કારણે જ લોકોએ નાની નાની બચત કરીને પોતાના સપના પુરા કર્યા છે. કારણ કે એક તો એલઆઈસી દરેક આવક અને ઉંમર વર્ગના લોકો માટે અલગ અલગ યોજનાઓ ચલાવે છે તો બીજી તરફ અહીની એલઆઈસીમાં પૈસા રોકાણ કરવા પર ગેરેન્ટી રિટર્ન મળે છે. તેનાથી બજારનું જોખમ પણ થતું નથી.
એલઆઈસી બાળકોથી લઈને મહિલાઓને મોટેરાઓ માટે પણ પ્લાન ચલાવે છે. આજે અમે ખાસ કરીને મહિલાઓ માટે તૈયાર કરેલા પ્લાન વિશે ચર્ચા કરીશું. ભારતીય જીવન વીમા નિગમે મહિલાઓ અને છોકરીઓ માટે એલઆઈસી આધાર શિલા યોજના નામથી એક પ્લાન શરુ કર્યો છે. આ એક નોન લિંક્ડ વ્યક્તિગત જીવન વીમા યોજના છે. તેમાં રોકાણ કરવા માટે લાંબા સમયમાં સારો એવો નફો કમાઈ શકાય છે. આ પ્લાનમાં મેચ્યોર થવા પર શાનદાર રુપિયા મળશે.
આ પ્લાનમાં 8 વર્ષથી લઈને 55 વર્ષની ઉંમર સુધી રોકાણ કરી શકાય છે. આ પોલિસીમાં 10થી 20 વર્ષ માટે રોકાણ કરી શકાય છે. પોલિસીની મેચ્યોરિટી માટે વીમાધારકની વધુમાં વધું ઉંમર 70 વર્ષ રાખવામાં આવી છે. જો કોઈ મહિલા 55 વર્ષની ઉંમરમાં આ યોજનામાં રોકાણ કરશે તો તે ફક્ત 15 વર્ષ માટે રોકાણ કરી શકશે. પ્રીમિયમની ચુકવણી વાર્ષિક, છ માસિક, ત્રિમાસિક અથવા માસિક તરીકે કરી શકાય છે.
87 રૂપિયામાં 11 લાખ મેળવો
એલઆઈસી આધારશિલા પોલિસીમાં સારુ રિટર્ન મળે છે. જો કોઈ મહિલા 87 રૂપિયા રોજના જમા કરશે તો ભવિષ્યમાં તેને શાનદાર રિટર્ન મળશે. 87 રૂપિયા દરરોજના હિસાબથી એક મહિનામાં 2610 રૂપિયા જમા કરવાના રહેશે. એક વર્ષમાં આપને કુલ 31320 રૂપિયા જમા કરવાના રહેશે. આ પોલિસી 10 વર્ષ માટે છે. 10 વર્ષમાં આ પોલિસીમાં 3 લાખ, 13 હજાર, 200 રૂપિયા જમા કરી શકશો. અને 75 વર્ષની ઉંમરમાં આ પોલિસીમાં મેચ્યોર થવા પર આપને 11 લાખથી વધારે રુપિયા મળશે.