You are currently viewing Natural Farming | SPNF ખેતી દર્શન યાત્રાનો શુભ આરંભ

Natural Farming | SPNF ખેતી દર્શન યાત્રાનો શુભ આરંભ

Natural Farming | Subhash Palekar Prakrutik Kheti | Organic Farming | SPNF | Farming | Prakrutik Kheti | Subhash Palekar Natural Farming

ત્રણ દિવસ SPNF શિવાર ફેરી તા.૧૪,૧૫,૧૬ મે મહિનો,૨૦૨૨ ત્રણ દિવસની સરકારી રજા છે. તેનો લાભ લેવા SPNF શિવાર ફેરી મહારાષ્ટ્રના શ્રી શીરડી સાંઈ બાબાના પવિત્રધામથી ૧૪ મી મે ના રોજ સવારે ૭ વાગ્યે શુભઆરંભ થશે અને ૧૬ મી મે ના રોજ સાંજે પાંચ વાગ્યે યાત્રા પુના શહેરમાં સમાપ્ત થશે.

આ શિવાર ફેરીમાં શીરડીમાં સફરજન ફળોથી ભરેલુ મોડલ જોવા મળશે અને તમે સમગ્ર ગુજરાતમાં બાગ કરી શકો તેવો સફરજનના આત્મવિશ્વાસ તમારામાં ચોક્કસપણે નિર્માણ થશે.સફરજનના છોડો ત્યાંથી નર્સરીમાંથી ઉપલબ્ધ થશે તે નર્સરીની પણ તમારે મુલાકાત લેવાની છે.

ગુજરાતમાં કેરીના ઘણા બગીચાઓ છે તેને પંચસ્તર્ય બગાયતમાં કેવી રીતે રૂપાંતર કરવું તે તમોને શીરડીમાં મોડલ જોવા મળશે.તેમજ શેરડીનું ૮’X૮’ ફૂટ,૮’x ૪ ‘,૮’X૨’ ફૂટના અંતર પર તુલનાત્મક અભ્યાસના પ્લોટો જોવા મળશે તેની વચ્ચે આખા વર્ષ દરમિયાન શાકભાજી આંતરપાક સ્વરૂપે લેવામાં આવ્યા છે તે પ્રત્યક્ષ જોવા મળશે.

Image Credit : Google Image
Image Credit : Google Image

શેરડીના ૮’X૮’ ફૂટનો પ્લોટ સર્વશ્રેષ્ઠ છે.પંચસ્તર્ય સંયુક્ત ફળોની બગાયત જંગલ મોડલ સાથે તમે વિવિધ પધ્ધતિઓ અને બારેમાસી શાકભાજી માટે એક સર્વશ્રેષ્ઠમોડલ જોશો.

ફળો ધરાવતું દાડમ અને આંતરપાકમાં સરઘવો,હાઈડેન્ટીસીટી જમરૂખ તેમજ દેશી જમરૂખ અને વચ્ચે બારેમાસ શાકભાજીનો તુલનાત્મક વાડી જોવા મળશે.બીજી કેળાની ૧૫ ( પંદરમી ) લાંમની વાડી.દરેક કેળાની લુમનું વજન ૬૦ થી ૭૦ કિલો વજન ધરાવતી એકીસાથે ત્રણથી ચાર લુમ જોશો.

સાથે દેશી એલચી કેળાની સુંદર વાડી આ જ રીતે જોવા મળશે તેમજ ઘરેબેઠા કેળાનું મુલ્યવર્ધન કેવી રીતે કરવું તે પણ પ્રત્યક્ષ જોવા મળશે.સ્ટ્રોબેરી પ્લાન્ટ,પ્લાસ્ટીક કવરની અંદર અને બહાર કાસ્ટ અછાદન સાથે બંને બાજુ તુલનાત્મક પ્લોટ જોવા મળશે.પંચસ્તરીય પ્લોટ બોના ( DWARF ) નાળીયેરી તેમાં ભરપુર ફળોથી ભરેલા આંતર પાક ફળોથી ભરેલા આંબા અને નાળીયેરી તેના ઉપર ચડાવેલા નાગરવેલના ખાવાના પાનોના વેલા,ટામેટા,દેશી કન્ટોલા,વેંગણ ( રીંગણા ) ના ખૂબ જ સુંદર પ્લોટ અને ખૂબ સારું SPNF એગ્રોટ્રીઝમ,અંજીરનો બગીચો,બાજુમાં કેમીકલવાળા અંજીરવાળો બગીચા કરતા સારો જોવા મળશે.

સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી લીધેલું ઉત્પાદન.ખેડૂતોએ પોતે નક્કી કરેલા ભાવથી સીધા શહેરી ગ્રાહકોને વેચાણ કરવા માટે ખૂબ જ સારી વ્યવસ્થા જોવા મળશે.દલાલ મુક્ત,સરકાર મુક્ત,કંપની મુક્ત,શોષણ મુક્ત,બેક કરજ મુક્ત,શાહુકાર મુક્ત વેચાણ વ્યવસ્થા રૂબરૂ જોવા મળશે.

ખેતરમાં ૧૦૦’X૧૦૦’ X ૩૦’ ફૂટ આકારનું ખેત તળાવ,તેમાં પચાસ લાખ લીટર ક્ષમતાવાળું તળાવ જોવા મળશે.ત્રણ દિવસની શિવાર ફેરીનો મુસાફરીનો કેટલો ખર્ચ થશે? રહેવાની વ્યવસ્થા કેવી હશે? સુરતથી નીકળ્યા પછી પરત થવા સુધીની કેટલા કિલોમીટરની યાત્રા થશે? તેનો ખર્ચ, મુસાફરીમાં કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જવી? કઈ બસમાં જવાનું છે? ગુજરાતમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ માટેના અને લોકોના સહયોગ અને વ્યક્તિગત સેવાઓથી ચાલતા આ જન આંદોલનને ગામેગામ પહોંચાડવા માટે ૩ દિવસની તાલીમ છે તો જે કોઈ પોતાનું યોગદાન આપવા માંગતા હોય તે નીચે આપેલ ફોન પર સંપર્ક કરવા વિનંતી . નામ નોંધવાની છેલ્લી તારીખ ૦૮-૫-૨૦૨૨ છે .

૧. શ્રી રાજદિપભાઈ પટેલ, સુરત ( મો.નં. ૯૮૨૫૧ ૨૧૬૨૭ )

૨. શ્રી રાજકુમારભાઈ પટેલ,સુરત ( મો.નં. ૯૭૨૪૩ ૦૬૪૩૩ )

૩. શ્રીમતી લતાબેન પટેલ,સુરત ( મો.નં. ૭૯૮૪૩ ૪૨૦૯૦ )

 ૪. શ્રી અમિતભાઈ પટેલ,સુરત ( મો.નં. ૯૪૨૮૧ ૫૦૬૩૬ )

મિત્રો સાથે શેર કરો

Leave a Reply