You are currently viewing અંબાલાલ પટેલની ભુક્કા કાઢી નાખે તેવી આગાહી, અચાનક હવામાન માં આવશે પલટો ફેબ્રુઆરીની આ તારીખોમાં થશે માવઠું

અંબાલાલ પટેલની ભુક્કા કાઢી નાખે તેવી આગાહી, અચાનક હવામાન માં આવશે પલટો ફેબ્રુઆરીની આ તારીખોમાં થશે માવઠું

Gujarat Weather Forecast: ફેબ્રુઆરી મહિનામાં વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો છે. આ આગાહી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે. ફેબુ્રઆરી માસમાં ફરી એક વખત કમોસમી હવામાન મુશ્કેલી સર્જનાર છે. કમોસમી વરસાદની આગાહીના પગલે ગુજરાતના ખેડૂતો પર સંકટના વાદળો ઘેરાયા છે. જો કે આ માવઠું સમગ્ર ગુજરાતને અસર કરશે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું આકાશ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. આગાહી મુજબ, 5 ફેબ્રુઆરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતમાં ત્રાટકશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 5 અને 6 ફેબ્રુઆરી સુધી કચ્છ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જણાવ્યું હતું કે આ ફેબ્રુઆરીમાં રાજ્યમાં તોફાન આવી શકે છે.

ક્યાં ક્યાં વરસાદ પડશે?

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યું હોવાથી, પવનની દિશામાં ફેરફારને કારણે 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ અને કચ્છ જિલ્લાઓમાં અલગ-અલગ મધ્યમ ઝાપટાં પડવાની શક્યતા છે.

હવે સમગ્ર ગુજરાતમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. પરંતુ જીવલેણ ઠંડી ફરી આવશે. તેમણે કહ્યું કે આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેમાં ફરી તાપમાન ઘટશે.

5 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર શિયાળા જેવી સ્થિતિ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ જુઓ:- અબુધાબીના રણમાં બન્યું વિશ્વનું સૌથી ભવ્ય સ્વામિનારાયણ મંદિર આ તારીખે નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ, જુઓ મંદિર નો વિડિઓ

મિત્રો સાથે શેર કરો

This Post Has One Comment

Leave a Reply