You are currently viewing અબુધાબીના રણમાં બન્યું વિશ્વનું સૌથી ભવ્ય સ્વામિનારાયણ મંદિર આ તારીખે નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ, જુઓ મંદિર નો વિડિઓ

અબુધાબીના રણમાં બન્યું વિશ્વનું સૌથી ભવ્ય સ્વામિનારાયણ મંદિર આ તારીખે નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ, જુઓ મંદિર નો વિડિઓ

Abu Dhabi BAPS Hindu Mandir: ઇસ્લામિક દેશ અબુ ધાબીમાં પહેલું હિંદુ મંદિર તૈયાર થઇ ગયું. બસ તેના લોકાર્પણ ની રાહ જોવાઈ રહી છે… આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. લાલ પથ્થરથી બનેલું આ મંદિર ભક્તો માટે તૈયાર છે. આ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ કરશે. તો ચાલો જોઈએ કે રણમાં બનેલું આ ખાસ મંદિર કેવું છે.

અબુધાબીના રણમાં જ્યાં સર્વત્ર રેતી છે, ત્યાં એક ભવ્ય, દિવ્ય અને આધુનિક હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. BAPSના આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ કરે તેવી શક્યતા છે. હાલમાં મંદિરને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પીએમ મોદી 13 ફેબ્રુઆરીએ અબુધાબીના શેખ જાયદ સ્ટેડિયમ ખાતે અહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે. ત્યાર બાદ આ મંદિરનું ઉદ્ઘાટન થાય તેવી પૂરી શક્યતા છે.

આ પણ જુઓ:- Sarangpur Live Darshan: ઘરેબેઠા કરો સાળંગપુર કષ્ટભંજન દાદા ના Live દર્શન, ઓમ નમો હનુમંતે

આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે. 700 કરોડના ખર્ચે બનેલું આ મંદિર વર્ષો સુધી અકબંધ રહેશે. મંદિરમાં સાત મિનારા છે જે સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંદિર 27 એકર જમીનમાં બનેલું છે. મંદિરના નિર્માણ માટે ગુલાબી પથ્થરો રાજસ્થાનથી અબુધાબી લઈ જવામાં આવ્યા હતા. જે યુએઈની આકરી ગરમી પણસહન કરી શકે.

મંદિર બનાવવા માટે રાજસ્થાનથી ગુલાબી પત્થરોની સાથે ઇટાલીથી ખાસ માર્બલ લાવવામાં આવ્યો હતો. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે મંદિરના પાયામાં કોંક્રિટ મિશ્રણ સાથે ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એશિયાનું આ સૌથી મોટું મંદિર 32.92 મીટર ઊંચું, 79.86 મીટર લાંબુ અને 54.86 મીટર પહોળું છે. મંદિર બનાવવા માટે 18 લાખ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

થોડા દિવસ પહેલા જ દિવ્યા અને ભવ્યે આ મંદિરની મુલાકાત લીધી હતી, 42 દેશોના રાજદૂતો તેમના પરિવાર સાથે આવ્યા હતા. UAEમાં ભારતીય રાજદૂત સંજય સુધીરે તમામ રાજદૂતોને આમંત્રણ આપ્યું હતું. તમામ રાજદૂતોએ મંદિર પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે એક સમયે અશક્ય લાગતું આ કામ હવે વાસ્તવિકતા બની ગયું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાએ દેશ-વિદેશમાં 1200થી વધુ મંદિરો બનાવીને હિન્દુ ધર્મનો ધ્વજ ઊંચક્યો છે. ઈસ્લામિક દેશમાં બનેલા આ મંદિરને હિન્દુઓની પેઢીઓ ક્યારેય ભૂલી શકશે નહીં.

મિત્રો સાથે શેર કરો

This Post Has 2 Comments

Leave a Reply