You are currently viewing અંબાલાલ પટેલની ભયકંર આગાહી, આ માવઠું તો ટ્રેલર હતું પીચર તો બાકી છે, ત્રણ ત્રણ સિસ્ટમો થઇ રહી છે સક્રિય

અંબાલાલ પટેલની ભયકંર આગાહી, આ માવઠું તો ટ્રેલર હતું પીચર તો બાકી છે, ત્રણ ત્રણ સિસ્ટમો થઇ રહી છે સક્રિય

Ambalal Patel Gujarat Weather Prediction: માર્ચ મહિનાની શરુઆત માવઠાથી થઇ છે. હજુ આજે અને આવતીકાલે રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાનું અનુમાન છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજ રાત્ર સુધીમાં વધુ રહી શકે છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અવધિ 3થી 4 દિવસની હોય છે. અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઠંડા ભેજવાળા પવનો મર્જ થતાં ગાજવીજ થાય છે. આવામાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે સાબરકાંઠા, પંચમહાલ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ,આ તો હજુ શરુઆત છે. માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટરર્બન્સ આવશે. જેની અસર વાતાવરણ પર થશે. પરંતુ વરુણ મંડળના નક્ષત્રમાં યોગ થાય છે. એટલે આ યોગ લાંબા સમય સુધી રહેવાની શક્યતા રહે. ઉત્તરના ભાગોમાં તેની અસર થતી હોવાથી બર્ફીલા ભાગો પર વિશેષ અસર રહે. જેના કારણે હમણા તો વિવિધ ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે.

હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5 માર્ચે આવશે અને બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે આવશે. ત્રીજું વેસ્ટન ડિસ્ટર્બન્સ 11થી 12 માર્ચે આવશે. 5 માર્ચે પવનની ગતિ વધુ રહેશે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે અને આંચકાનો પવન ફૂંકાશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 11થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. 20 માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે. જ્યારે એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા, પવન ફૂંકાશે. એટલે ઉનાળામાં વારંવાર વાતાવરણ પલટો આવશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, દમણ, દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર રિઝનમાં દ્વારકા, મોરબી, કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

કાલે 3 માર્ચે રવિવારે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને થંડર સ્ટ્રોમનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને નોર્થ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply