You are currently viewing અંબાલાલ પટેલની ભયંકર આગાહી, અરબી સમુદ્રમાં ભારે હલચલ ફરી એકવાર આ તારીખોમાં થશે માવઠું

અંબાલાલ પટેલની ભયંકર આગાહી, અરબી સમુદ્રમાં ભારે હલચલ ફરી એકવાર આ તારીખોમાં થશે માવઠું

Ambalal Patel Prediction: રાજ્યમાં ઉતર ઉતરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવનના કારણે ઠંડીનો અહેસાસ થાય છે. સાથે મહત્તમ તાપમાન ઉંચુ હોવાના કારણે ગરમીનો અહેસાસ થય રહ્યો છે. માર્ચ મહિની શરુઆત વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે માવઠાથી થય છે. અને હવામાન નિષ્ણાતના અનુમાન પ્રમાણે માર્ચમાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે આજથી હવામાનમાં પલટો આવશે. વેસ્ટન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશો, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, સહિત કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગો સુધી અસર જોવા મળશે. કચ્છ અને ઉતર ગુજરાતમાં ઝાકળ વર્ષા અથવા હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. પવનની ગતિ વધારે રહેશે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મધ્ય ગુજરાતમાં પ્રતિ કલાકે 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કચ્છમાં 20 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાશે, ઉતર ગુજરાતમાં 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પરંતુ ત્યાર પછી 18 થી 21 માર્ચના ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. મધ્ય ગુજરાત સુધીમાં અસર થવાની શક્યતા રહેશે.અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ છે કે, માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. એપ્રિલ અને મે મહિનામા બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે. 10થી 13 માર્ચમાં ગરમી રહેશે.

હવામાન નિષ્ણાતે જણાવ્યુ કે, 20 માર્ચના રોજ સુર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા, પવન ફૂંકાશે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે. આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા રહે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply