You are currently viewing જૂન મહિનામાં બંધ થઈ જશે Google Pay એપ, ગૂગલે યૂઝર્સને આપી ખાસ જાણકારી

જૂન મહિનામાં બંધ થઈ જશે Google Pay એપ, ગૂગલે યૂઝર્સને આપી ખાસ જાણકારી

ટેક કંપની ગૂગલે ઓનલાઈન મની ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરવામાં આવતા પેમેન્ટ એપ GPayને બંધ કરી દેવાની જાહેરાત કરી છે. ગૂગલનું આ પેમેન્ટ એપ અમેરિકામાં 4 જૂન 2024થી બંધ થઈ જશે. કંપનીએ આ નિર્ણય વર્ષ 2022માં લોન્ચ થયેલા ગૂગલ વોલેટ એપને પ્રમોટ કરવા માટે કર્યો છે. કંપનીએ એક બ્લોગ પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે. કંપનીએ યૂઝર્સને આ એપની જગ્યાએ ગૂગલ વોલેટ પર જવાની સલાહ આપી છે. હવે તેનું જૂનુ વર્જન કામ નહીં કરે. એન્ડ્રોઈડ હોમસ્ક્રીમ પર જોવા મળ્યું ‘GPay’નું જૂનુ વર્જન છે. આ પેમેન્ટ અને ફાઈનાન્સ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

જ્યારે GPayના ભારતીય યૂઝર્સને તેના માટે પરેશાન થવાની જરૂર નથી. તેનું કારણ એ પણ છે કે, તે માત્ર અમેરિકામાં જ બંધ થઈ જશે. 4 જૂન બાદ આ એપ માત્ર ભારત અને સિંગાપુરમાં જ કામ કરશે. અન્ય દેશોમાં GPayનું સ્ટેન્ડએલોન એપ અવેલેબલ નહીં રહે.

ગૂગલે Peer-to-Peer પેમેન્ટ કર્યુ બંધ- એપ બંધ થવા જઈ રહ્યું છે. એવામાં ગૂગલે Peer-to-Peer પેમેન્ટ પણ બંધ કરી દીધું છે. બ્લોગમાં જણાવવામાં આવ્યું છે કે, ગૂગલ પે એપ અમેરિકામાં બંધ થયા બાદ અમેરિકી યૂઝર હવે એપ દ્વારા અન્ય લોકોને ન તો રૂપિયા મોકલી શકશે અને ન તો લઈ શકશે. કંપની તરફથી અમેરિકાના ગૂગલ પે યૂઝર્સને ગૂગલ વોલેટ પર શિફ્ટ થવાની સલાહ આપવામાં આવી છે. તેની મદદથી રૂપિયા મોકલી શકાશે અથવા રિક્વેસ્ટ કરી શકાશે. અમેરિકામાં મોટાભાગના યૂઝર્સ આનો જ ઉપયોગ કરે છે. ગૂગલનું કહેવું છે કે, તેઓ યૂઝર્સને સમય-સમય પર અપડેટ પ્રદાન કરતા રહેશે. ગૂગલે જણાવ્યું કે, ગૂગલ પેનો ઉપયોગ 180થી વધારે દેશોમાં લાખો લોકો કરી રહ્યા છે.

ગૂગલે ઘણીવાર તેના પેમેન્ટ એપ બંધ કર્યા- આવું પહેલીવાર નથી કે, જ્યારે ગૂગલે એપને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ વર્ષ 2011થી ગૂગલ વોલેટ લોન્ચ કર્યું હતું. ત્યારબાદ ગૂગલે 2015માં એન્ડ્રોઈડ પે એપ લોન્ચ કર્યું હતું. જેમાં ગૂગલ વોલેટને ઈન્ટિગ્રેટ કરવામાં આવ્યું હતું. ગૂગલે ત્યારબાદ 2016માં ગૂગલ વોલેટ કાર્ડ બંધ કરી દીધુ હતું. હવે કંપનીએ એકવાર ફરીથી તેની બધી સર્વિસને ગૂગલ વોલેટમાં ઈન્ટીગ્રેટેડ કરવાનો નિર્ણય કર્યો છે. ગૂગલ પેએ ભારતમાં પહેલા Tez એપ લોન્ચ કર્યું હતું. જેને બાદમાં ગૂગલ પેના નામથી બદલી દેવામાં આવ્યું હતું. હવે તે Gpayના નામથી ગૂગલ પે સ્ટોર પર ઉપલબ્ધ છે. ભારતમાં ગૂગલ પે એપ દ્વારા UPI પેમેન્ટ કરી શકાય છે.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply