You are currently viewing Khatar Sahay Yojana 2022 | ખાતર સહાય યોજના

Khatar Sahay Yojana 2022 | ખાતર સહાય યોજના

Khatar Sahay Yojana 2022 | I Khedut Portal | Water Soluble Khatar Yojana | Water Soluble Fertilizer Yojana । ખાતર સહાય યોજના

ખેતર માં ઉગેલા પાકને પોતાના વિકાસ માટે વિવિધ પ્રકારના પોષક તત્વો ની જરૂર પડતી હોય છે.  અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે, અને અમુક હવામાં રહેલા હોય છે. આ ઉપરાંત પણ અમુક પોસક તત્વો બહારથી ઉમેરવા પડતા હોય છે. જેમકે

યુરીયા, નાઈટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશ્યમ વગેરે જેવા તત્વો બહારથી આપણે આપવા પડતા હોય છે.

આ બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણ માં છોડને મળી રહે તો છોડની વૃદ્ધી અને વિકાસ સારો એવો થાય અને ઉત્પાદન પણ સારા પ્રમાણ માં મળી રહે છે.

પરંતુ બહાર થી આપવા પડતા પોષક તત્વો જ્યાં સુધી છોડ પાકે નહિ ત્યાં સુધી આપવાના હોય અને આ ખતરો મોંઘા પણ હોય છે. આથી સામાન્ય વર્ગ ના ખેડૂતો આ ખાતર લઇ શકતા નથી અને લે તો પણ પૂરતા પ્રમાણ માં ન લે આથી ઉત્પાદન માં પણ થોડો જાજો ઘટાડો જોવા મળે.

આ બધી જ વાતને ધ્યાને રાખીને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ના ઉત્પાદન માં કોઈ પણ જાતનો ઘટાડો ન આવે તે હેતુ થી ગુજરાત રાજ્ય ના બાગાયત વિભાગ દ્વારા I Khedut Portal પરવોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના” બહાર પાડવા માં આવી છે.

આ સહાય યોજનાનો લાભ ક્યાં ક્યાં ખેડૂતો મેળવી શકાશે? આ યોજના ની પાત્રતા શું હશે? આ યોજના માં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? અને આ સહાય યોજના માં અરજી કેવી રીતે કરવી તેની સંપૂણ વિગતવાર માહિતી મેળવીશું.

Khatar Sahay Yojana 2022 । ખાતર સહાય યોજના

ગુજરાત રાજ્યના ખેડૂતો ની આવક અને ઉત્પાદન બમણું કરવા Government of Gujarat દ્વારા વિવિધ વિભાગો અને પોર્ટલ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

આમાં ના બાગાયત વિભાગ દ્વરા રાજ્યના ખેડૂતો ને નીચે મુજબ ના વોટર સોલ્યુબલ ખાતર ખતરો લેવા માટે ૫૦% સુધી ની સહાય આપવામાં આવી રહી છે.

  • 19-19-19 (All)
  • 17-44-00 ( Urea Phosphate )
  • 0-0-50 ( Sulphate of Potash )
  • 0-52-34 ( Mono potassium Phosphate )
  • 13-0-45 ( POtasium Nitrate )
  • 12-61-0 ( Mono Ammonium Phosphate )
  • ( Calcium Nitrate )
યોજના નું નામ વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના
લાભાર્થી ગુજરાત રાજ્યનો ખેડૂત
મળવવાપાત્ર સહાય ખર્ચ ના ૫૦% મુજબ વધુ માં વધુ ૧૦,૦૦૦/- હેક્ટર સહાય મળવવા પાત્ર
અરજી માટે વેબસાઈટ I Khedut Portal
અરજી ની છેલ્લી તારીખ ૦૯/૦૨/૨૦૨૨ અરજી કરવા માટે અંતિમ તારીખ છે

 

ખાતર સહાય યોજના માટેની પાત્રતા અને નિયમો.

ખાતર સહાય યોજના માટે બાગાયત વિભાગ દ્વારા નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • આ સહાય યોજનાનો લાભ માત્ર બાગાયતી પાકોનું વાવેતર કરેલ હશે તેવાજ ખેડૂતોને મળવાપાત્ર રહશે.
  • આ યોજના નો લાભ બધી જ જ્ઞાતિ ના ખેડૂતો ને મળશે.
  • ભારત સરકાર્ક્ષી ના પવર્તમાન ફટીલાઈઝર કંટ્રોલ એક્ટના ધારા – ધોરણો મુજબના વોટર સોલ્યુસન ફર્ટિલાઇઝર કે જેને સરકારશ્રી દ્વારા ઉત્પાદન/વેચાણ માટે માન્ય કરવા માં આવેલ ખાનગી/જાહેર સાહસ સંસ્થાઓ પાસે થી ખરીદી કરવાનું રહશે.
  • અરજદારે ડ્રીપ ઇરીગેશન હોવા અંગેના પુરાવા રજુ કરવાના રહશે.
  • આ સહાય લાભાર્થી ને આજીવન એક જ વાર મળવવા પાત્ર રહશે

ખાતર ખરીદી યોજના મા મળવવાપાત્ર સહાય

ખાતર ખરીદી યોજના માં મળવવાપાત્ર સહાય નીચે મુજબ ની રહશે.

  • સામાન્ય ખેડૂત માટે ખર્ચ ના ૫૦% મુજબ વધુ માં વધુ રૂ.૧૦,૦૦૦/હેક્ટર સહાય મળવવાપાત્ર રહશે.
  • ૧ હેક્ટર ની માર્યાદા માં સહાય મળવવાપાત્ર રહશે.
  • અનુસુચિત જન જતી ના ખેડૂતો માટે ખર્ચ ના ૭૫% મુજક્બ વધુ માં વધુ રૂ.૧૫,૦૦૦/હેક્ટર સહાય મળવવાપાત્ર રહશે.
  • વધુ માં વધુ ૧ હેક્ટર ની માર્યાદ માં સહાય મળવવાપાત્ર રહશે.

Khedut sahay yojana reqistration process

Khatar Sahay Yojana ઓનલાઈન અરજી I Khedut Portal પર કરવાની રહશે. આ અરજી કેવી રીતે કરવી તેની સંપૂણ માહિતી નીચે આપેલ છે.

  • સૌ પ્રથમ Google પર Ikhedut portal લખીને સર્ચ કરવાનું રહશે.
  • સર્ચ કર્યા બાદ Screen પર I khedut portal ની Ikhedut.gujarat.gov.in ઓફિશ્યિલ  વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહશે.
  • જો લાભાર્થી પહેલી વાર I Khedut Portal પરઅરજી કરતો હોય તો પહેલા વેબસાઈટ પર login કરવાનું રહશે .
  • login કાર્ય બાદ home page પર “યોજના” લખેલ હશે તેના પર ક્લિક કરવાનું રહશે.

Image Credit: Ikhedut Portal Official Website

  • “યોજના” પર ક્લિક કર્યા બાદ એક નવા page પર ખેતીવાડી ખાતાની યોજનાઓ દેખાશે.
  • એમા “બાગાયતી યોજનાઓ” લખેલ હશે તેમાં “વિગતો માટે અહી ક્લિક” કરવાનું રહશે.
Image Credit: Ikhedut Portal Official Website
Image Credit: Ikhedut Portal Official Website
  • હવે એક નવું પેજ ખુલશે તેમાં વિવિધ પ્રકાર ની બાગાયતી યોજનો વિશેની માહિતી અને અરજી કરી શકાશે.

અન્ય સહાય યોજનાઓ વિશે જાણો

Electric Motor Pump Set Yojana | ઇલેક્ટ્રિક, ડીજલ, પેટ્રોલ પંપ સેટ ખરીદી યોજના

  • આ પેજ પર (૬) ક્રમે “બાગાયતી પાકો માં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય” તેમાં “અરજીકરો” પર ક્લિક કરવાનું રહશે.
Image Credit: Ikhedut Portal Official Website
Image Credit: Ikhedut Portal Official Website
  • અહીં ક્લિક કર્યાબાદ એક નવું પેજ ખુલશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરવાની રહશે.
  • અરજી ફોર્મ સંપૂણ ભરાય ગયા બાદ Conform બટન પર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢવાની રહશે.
  • પ્રિન્ટ પર અરજી ફોર્મ સાથે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ જોડી ને અરજી ફોર્મ પર લખેલ કચેરીએ આપવાનું રહશે.

khatar sahay Yojana Required Document.

આ યોજાનનું અરજી ફોર્મ I Khedut Portal પર થી ભરીને તેની પ્રિન્ટ સાથે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ તે અરજી ફોર્મ ની જે કચેરી નું અડ્રેસ આપેલ હોય તે કચેરી એ આપવા ના રહશે.

લાભાર્થી ખેડૂતનાઆધારકાર્ડ નીઝેરોક્ષ

  • રેસનકાર્ડની ઝેરોક્ષ
  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • જમીન ના 7/૧૨/૮ અ ની ઝેરોક્ષ
  • ઓનલાઈન અરજી કરતી વખતે જે બેંક ખાતા ની વિગત આપેલ હોય તે બેંક ખાતા ની પાસ બૂક ના પહેલા પેજની ઝેરોક્ષ
  • રહેઠાણ નો પુરાવો દર્શાવતું એક ડોક્યુમેન્ટ અરજી ફોર્મ સાથે જોડવા નું રહશે.

આ બધા જ ડોક્યુમેન્ટ અરજી ફોર્મ સાથે જોડી ને અરજી ફોર્મ પર આપેલ સરનામાં પર જમા કરવવાના રહશે.

Khatar Sahay Yojana Helpline Number 

વોટર સોલ્યૂબલ ખાતર સહાય યોજના માં અરજી દરમિયાન કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો નીછે આપેલ નંબર પર ફોન કરીને તેનું નિરાકરણ મેળવી શકો છો.

Helpline Number:- 1800 180 1551

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply