You are currently viewing Manav Kalyan Yojana 2022 | માનવ કલ્યાણ યોજના

Manav Kalyan Yojana 2022 | માનવ કલ્યાણ યોજના

Manav Kalyan Yojana 2022 | e-kutir portal 2022 | Kutir and Gramodhyog Gujarat | Manav Kalyan Yojana Pdf Download

ગુજરાત રાજ્યના લોકો આત્મનિર્ભર બને તે હેતુ થી ગુજરાત સરકાર વિવિધ પ્રકારની સહાય યોજનાઓ અમલમાં લાવતી હોઈ છે. જેમ કે શ્રી વાજપાઇ બેંકેબલ યોજના, જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, હાથશાળની યોજનાઓ, દતોપંત ઢેંગડી કારીગર વ્યાજ સહાય યોજના તથા માનવ કલ્યાણ યોજનાઓને અમલમાં લાવવામાં આવતી હોઈ છે.

આ યોજનાઓ દ્વારા લોકોને હસ્તકલા, હાથસાળ, કુટિર અને ગ્રામોદ્યોગ સીખવવામાં આવતા હોઈ છે. જેથી લોકો પોતે આત્મનિર્ભર બની શકે.

અન્ય સહાય યોજનાઓ વિશે જાણો

>> Gujarat Government Subsidy Loan For Small Business | નાના વ્યવસાય માટેની લોન યોજના ૨૦૨૨

Manav Kalyan Yojana 2022

Government Of Gujarat Commission Of Cottage And Rural Industries દ્વારા વર્ષ 1995 માં આર્થિક રીતે પછાત વર્ગના સમૂહને આવક, ધંધા અને સ્વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો અને સાધનો આપવામાં આવે છે.

આ યોજના દ્વારા ગરીબી રેખાની નીચેની (BPL) કાર્ડ ધારકો અને કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે થઇ હતી.

યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના ૨૦૨૨
ભાષાગુજરાતી અને અંગ્રેજી 
લાભાર્થીની પાત્રતાBPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી
આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
સહાય ધંધા માટે સાધન સહાય
અરજી કરવા માટેની ઓફિશ્યિલ વેબસાઈટ http://www.cottage.gujarat.gov.in/  

માનવ કલ્યાણ યોજના લાભ લેવા માટેની પાત્રતા

રાજ્યના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો દ્વારા માનવ કલ્યાણ યોજના અને અન્ય યોજનાઓ ચલાવવામાં આવે છે.આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નીચે મુજબની નક્કી કરવામાં આવી છે.

  • આ યોજનાનો લાભ માત્ર 16 થી 60 વર્ષ ની વય જૂથના લોકોને જ મળશે.
  • આ યોજનાનો લાભ મેળવવા માંગતા લાભાર્થી ના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.120000 અને શહેર વિસ્તારની આવક રૂ.1,50,000 સુધી હોવી જોઈએ
  • આવક અંગેનો દાખલો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગર પાલિકાના અધિકૃત અધિકારીને રજૂ કરવાનો રહેશે.
  • જે લાભાર્થી ગ્રામ્ય વિસ્તારના છે તેઓ માટે જિલ્લા ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા પ્રકાશિત ગરીબી રેખાની યાદી(BPL) સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે.
  • આવા લાભાર્થીઓને આવક અંગેનું પ્રમાણપત્ર આપવાની જરૂર રહેતી નથી.

28 પ્રકારના વ્યવસાય અને તેમના ટૂલકિટ યાદી

સમાજના નબળા વર્ગોને નાના ધંધા અને વ્યવસાય માટે સાધન સ્વરૂપે સહાય આપવામાં આવે છે.જેની કિંમત નીચે મુજબ છે.

ક્રમટ્રેડનું નામઅંદાજિત કિંમત
1કડિયા કામ14500
2સેન્‍ટિંગ કામ7000
3વાહન સર્વિસીંગ અને રિપેરીંગ16000
4મોચીકામ5450
5દરજીકામ21500
6ભરતકામ20500
7કુંભારી કામ25000
8વિવિધ પ્રકારની ફેરી13800
9પ્લમ્બર12300
10બ્યુટી પાર્લર11800
11ઈલેક્ટ્રીક એપ્લાયંન્‍સીસ રીપેરીંગ14000
12ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ15000
13સુથારીકામ9300
14ધોબીકામ12500
15સાવરણી સુપડા બનાવનાર11000
16દૂધ-દહિં વેચનાર10700
17માછલી વેચનાર10600
18પાપડ બનાવટ13000
19અથાણા બનાવટ12000
20ગરમ, ઠંડા પીણા,
અલ્પાહાર વેચાણ
15000
21પંચર કીટ15000
22ફ્લોર મિલ15000
23મસાલા મિલ15000
24રૂ ની દિવેટ બનાવવી
(સખીમંડળની બહેનો)
20000
25મોબાઈલ રિપેરીંગ8600
26પેપરકપ અને ડિશ બનાવટ
(સખીમંડળ)
48000
27હેર કટિંગ (વાળંદ કામ)14000
28રસોઈકામ માટે પ્રેશર કુકર
(રદ કરેલ છે.)
3000 (રદ કરેલ છે.)

માનવ કલ્યાણ યોજનાના ડોક્યુમેન્ટ

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.
  • રેશનકાર્ડની ઝેરોક્ષ.
  • ઉંમર અંગેનો પુરાવો.
  • જાતિનો દાખલો.
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો.
  • આવકનો દાખલો.
  • ચૂંટણી ઓળખપત્રનીઝેરોક્ષ.
  • આધારકાર્ડની ઝેરોક્ષ.
  • ધંધા અનુભવનું પ્રમાણપત્ર.

Pdf For Manav Kalyan Yojana

નીચે આપેલ Pdf પર અરજી ફોર્મ આપેલ છે જેમાં અરજી કરવાની રહેશે.

અરજી ફોર્મ ડાઉન્લોઅડ કરવા માટે અહીં ક્લિક કરો.

Manav Kalyan Yojana 2022 Registration Process

Government Of Gujarat Commission Of Cottage And Rural Industries દ્વારા e-kutir portal બનાવવામાં આવેલ છે.

આ પોર્ટલ પર માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે.

ધરે બેઠા ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું તેની સમપર્ણ માહિતી નીચે આપેલ છે.

  • સૌ પ્રથમ Google પર “e-kutir portal” ટાઇપ કરવાનું રહેશે.
  • હવે screen પર તમને e-kutir portal gujarat ની Official site જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • site પર ક્લિક કર્યા બાદ તે site પર New Sakhi Mandal/ Industrial Cooperative Socity/ NGO Registration/ Khadi Institution પર Click કરો.
  • ત્યાર બાદ Registration Form ખુલશે, જેમાં મંડળ, સંસ્થા કે NGO નું નામ,નોંધણીનો પ્રકાર લખવો તથા વધુમાં પાનકાર્ડ નંબર, મોબાઈલ Email Id અને પાસવર્ડ ઉમેરો.
  • આપેલ માહિતીને બરાબર ચકાસ્યા બાદ confirm પર ક્લિક કરવું
  • હવે વેબસાઈટ પર આપેલ other Login પર ક્લિક કરો.
  • User profile માં પ્રથમ વખત login થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે.
  • માગ્યા મુજબની માહિતી ભર્યા બાદ Home Page ખુલશે, આમ તમારે જે યોજનાની અરજી કરવાની હોઈ તે યોજના પર ક્લિક કરીને તેમાં આપેલ ફોર્મ ભરવાનું રહેશે,ત્યારબાદ તેને submit કરવું.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સરનામું

કમિશનર,કુટિર અને ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ તથા માનવ કલ્યાણ યોજના 2022 નો લાભ લાભાર્થીને લેવા માટે સમ્બન્ધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સંપર્ક કરવો પડે.અને આ અરજી ફોર્મ સાથે ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ જોડીને નીચે આપેલ ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે.

ક્રમજિલ્લોજિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર સરનામા
1અમદાવાદજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, 1 લો માળ, બચત ભવન,
રિલિફ રોડ, અમદાવાદ 380 001
2અમરેલીજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, રાજમહેલ કમ્પાઉન્ડ,
અમરેલી 365 601
3આણંદજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, બીજો માળ, રૂમ નંબર-205/213,
જીલ્લા સેવા સદન, બોરસદ ચારરસ્તા, આણંદ
4બનાસકાંઠાજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,જોરાવર પેલેસ કમ્પાઉંડ,
બનાસકાંઠા (પાલનપુર)
5ભરૂચજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, ગાયત્રી નગર,
ફલશ્રુતી સોસાયટીની પાછળ,
બહુમાળી સંકુલની બાજુમાં, ભરૂચ 392001
6ભાવનગરજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,
પોલિટેકનિક કોલેજની બાજુમાં,
વિદ્યાનગર, ભાવનગર
7દાહોદજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,
G.I.D.C. કોમ્યુનિટી હોલ,
ચાકલીયા માર્ગ, દુલાસર, દાહોદ
8ગાંધીનગરજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, એમએસ બિલ્ડીંગ,
બ્લોક નં-B, 3 જો માળ,
પથિકાશ્રમની બાજુમાં,ગાંધીનગર
9જામનગરજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,લાલ બંગલા કમ્પાઉન્ડ,
2 જો માળ,
MS બિલ્ડીંગ, જામનગર 361001
10જૂનાગઢજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,
સરદાર બાગ, જુનાગઢ 362001
11ખેડાજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,
વલ્લભવિદ્યાનગર સોસાયટી,પીજ રોડ, ખેડા (નડિયાદ)
12કચ્છજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,
નવી ગ્રીન હોસ્પિટલની બાજુમાં, કચ્છ-ભુજ 370001
13મહેસાણાજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,
જી.આઇ.ડી.સી. એસ્ટેટ, મોઢેરા રોડ, મહેસાણા -384002
14નર્મદાજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,
સેન્ટ્રલ બિલ્ડીંગ, 2 જો માળ, રાજપીપળા, નર્મદા
15નવસારીજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,હિરા પન્ના એપાર્ટમેન્ટ,
2 જો માળ, ચુડીવાડ, હીરાબઝાર, ટાવર રોડ, નવસારી
16પંચમહાલજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,
કલેકટર કમ્પાઉન્ડ, પંચમહાલ (ગોધરા) 389001
17પાટણજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,જિલ્લા સેવા સદન,
બ્લોક નંબર2, ગ્રાઉન્ડ ફલોર, પાટણ
18પોરબંદરજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,
7  જીલ્લા સેવા સદન -2, સાંદિપની રોડ, પોરબંદર
19રાજકોટજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, MS  બિલ્ડીંગ,
1 લો માળ, બ્લોક નં 1/2, રેસકોર્સ રોડ, રાજકોટ
20સાબરકાંઠાજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,
મુખ્ય પોસ્ટ ઓફિસની બાજુમાં, પેલેસ રોડ,
સાબરકાંઠા (હિંમતનગર)
21સુરતજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર A-6-7,
MS બિલ્ડીંગ, નાનપુરા, સુરત 395001
22સુરેન્‍દ્રનગરજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,
કલેકટર કચેરીની પાછળ, સુરેન્દ્રનગર
23તાપીજનરલ મેનેજર, જિલ્લા સેવા સદન,
3 જો માળ, બ્લોક નં 5, પાનવાડી,
વ્યારા. જીલ્લો-તાપી
24વડોદરાજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર પ્રથમ માળ,
C બ્લોક, નર્મદા ભવન, જેલ રોડ, વડોદરા (બરોડા) 390 001.
25વલસાડજનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,દમણ ગંગા ભવન,
1 લો, માળ, કલેકટર કચેરીની બાજુમાં, વલસાડ 396001
26બોટાદજનરલ મેનેજર, ટાડા વાડી, સાવગન નગર,
ગુલાબ નિવાસ, બોટાદ
27મોરબીજનરલ મેનેજર, c / o કુટીર ઉદ્યોગ,તાલીમ કેન્દ્રમાં પ્લોટ નં 95-96,
જી.આઇ.ડી.સી.,  નવા બસ સ્ટેન્ડની બાજુમાં, સનાલા રોડ, મોરબી
28દેવભૂમિ દ્વારકાજનરલ મેનેજર, સર્વે નં 689, રેલ્વે સ્ટેશન રોડ,
તેલીના પુલની નજીક,ખંબાળિયા,દેવભૂમિદ્વારકા
29ગીર સોમનાથજનરલ મેનેજર, પુરોહિતે નિવાસ, ખડખડ શેરી નં .2,
નવા રામ મંદિરની નજીક, કલેકટર કચેરીની બાજુમાં,
વેરાવળ, ગીર સોમનાથ
30અરવલ્લીજનરલ મેનેજર, અમરદીપ સોસાયટી, 1 લો માળ,
DP રોડ, નજીક RTO કચેરી, મોડાસા, અરવલ્લી
31મહિસાગરજનરલ મેનેજર, રૂમ નંબર- 207 થી 211, 
જિલ્લા પંચાયત ભવન, જિલ્લા પંચાયત, લુણાવાડા, મહિસાગર.
32છોટા ઉદેપુરજનરલ મેનેજર, c / o કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર,
બસની બાજુમાં, સ્ટેન્ડ, સરકારી વસાહતની સામે,
કોર્ટની પાછળ, છોટા ઉદેપુર.

Manav KalyanYojana Helpline Number

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે.

ગુજરાત રાજ્યના દરેક જિલ્લા ખાતે આવેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સરનામાં અને સંપર્ક નંબર નીચે આપેલા બટન પર ક્લિક કરીને જોઈ શકાય છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોના સંપર્ક નંબર અને સરનામું જોવા માટે અહીં ક્લિક કરો.

FAQ’s Of Manav Kalyan Yojana 2022

1) માનવ કલ્યાણ યોજનાને ક્યાં વભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે?

>> ગુજરાત રાજ્યના કમીક્ષરક્ષી,કુટિર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા આ યોજનાને ભાર પાડવામાં આવેલ છે.

2) Manav Kalyan Yojana 2022 ની ઓનલાઇન અરજી કેવી રીતે કરવાની રહેશે?

>> આર્થિક રીતે નબળા લોકોને સ્વરોજગારી તથા નવો વ્યવસાય મેળવવા માટે માનવ કલ્યાણ યોજનાની e-kutir portal પર ઓનલાઇન આપ્લિકેશન કરવાની હોઈ છે

3) માનવ કલ્યાણ યોજનામાં કેટલી વય જૂથના લોકો અરજી કરી શકે છે.?

>> આ યોજનામાં ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગના 16 વર્ષ થી 60 વર્ષ વય જૂથના લોકો આ યોજના માટે અરજી કરી શકશે.

4) Manav Kalyan Yojana માં લાભ મેળવવા માંગતા લાભાર્થીની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?

>> આ યોજનાનો લાભ મેળવવા માંગતો લાભાર્થી જો ગ્રામ્ય વિસ્તારનો હોઈ તો તેની વાર્ષિક આવક 1,20,000/- અને જો લાભાર્થી શેરી વિસ્તારનો હોઈ તો તેની વાર્ષિક આવક 1,50,000/- ની હોવી જોઈએ.

5) માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કેટલી છે?

>> માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15/05/2022 છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply