You are currently viewing Pashu Sanchalit Vavaniyo 2022 | પશુ સંચાલિત વાવણીયો

Pashu Sanchalit Vavaniyo 2022 | પશુ સંચાલિત વાવણીયો

Pashu Sanchalit Vavaniyo 2022 | I Khedut Portal Reristration | Kedut Yojana | I Khedut Portal Gujarat | આઈ ખેડૂત પોર્ટલ 

રાજ્યના ખેડૂતોનો આર્થીક વિકાસ અને તેમની ખેત પેદાશો નું ઉત્પાદન વધે તે હેતુ થી રાજ્ય સરકાર અવ-નવી સહાય યોજનાઓ અમલમ માં મુકતી હોય છે અને આ સહાય યોજનાઓનો લાભ ખેડૂતો સરળતાથી મેળવી શકે છે તે માટે I Khedut Portal નું નિર્માણ કરવા માં આવ્યું છે.

આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતો સરળતા થી ખેતીવાડી ની યોજનાઓ પશુપાલન ની યોજનાઓ બાગાયતી યોજનાઓ અને મત્સ્યપાલન ની યોજનાઓ માહિતી અને લાભ મેળવી શકે છે.

અત્યારે I Khedut Portal પર ખેતીવાડી ની યોજનાઓ માં ખેડૂતો ને વાવણી કરવા માટે પશુસંચાલિત વાવણી (ઓરણી) ખરીદવા પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવી રહી છે.

જે ખેડૂતભાઈઓને ઓરણી લેવાની હોય તે ખેડૂતભાઈ આ લેખને અંત સુધી જરૂર થી વાંચજો આ લેખ માં અમે ઓરણી ની ખરીદી પર કેટલા રૂપિયા સુધી સહાય મળશે અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે વગેરે જેવી માહિતી આપી છે.

Pashu Sanchalit Vavaniyo 2022

નાના, સીમાંત અને મહિલા ખેડૂતો પશુ સંચાલિત ખેતી કરતા હોય તેવા ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડીના સાધનો ખરીદવા માટે સબસીડી આપવામાં અવી રહી છે.

હાલમાં ખેડૂતો ને પશુ સંચાલિત વાવણીઓ(ઓરણી) ખરીદવા પર સરકાર (૪૦% થી૫૦%) સુધીની સહાય આપી રહી છે.

પશુ સંચાલિત વાવણીઓ ની સહાય યોજનાની પાત્રતા અને શરતો

પશુસંચાલિત વાવણીઓ સહાય યોજના ની પાત્રતા નીચે મુજબની છે.

  • આ યોજના માં લાભ મેળવવા માંગતો અરજદાર ખેડૂત નાનો, સીમાંત અને મહિલા હોવી જોઈએ
  • અરજદાર ખેડૂત આર્થિક રીતે નબળા, OBC, એસ.સી., એસ.ટી., કે જનરલ જ્ઞાતિ નો હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત પોતાની જમીન નો રેકોર્ડ અને પ્રમાણપત્રો ધરાવતો હોવો જોઈએ.
  • જોખેડૂત આત્માનું રજીસ્ત્રેશન ધરાવતા હોય તો તેની વિગતો આપવાની રહશે.
  • ખેડૂત જો સહકારી મંડળી ના સભ્ય હોય તો તેની વિગતો અને લાભાર્થી ખેડૂત જો દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના સભ્ય હોય તો તેની વિગતો.
  • અરજદાર ખેડૂતોએ ખેતીવાડી વિભાગ દ્વારા પેનલ માં સમાવેશ કરેલ હોય તેવા ઉત્પાદક ના અધિકૃત વિક્રેતા પાસેથી જ ઓરણી ખરીદવાની રહશે.

પશુ સંચાલિત ઓરણી લેવા સરકાર માન્ય ડીલર નું લીસ્ટ

પશુ સંચાલિત ઓરણી ની ખરીદી માત્ર સરકાર માન્ય ડીલર પાસે થી જ કરવી તો જ સબસીડી નો લાભ મળશે સરકાર માન્ય ડીલર ની લીસ્ટ નીચે આપેલ છે.

નંબર ઉત્પાદક મોડેલ માન્યતાની અંતિમ તારીખ
1 Bhoomi Agro Indstries,Rajkot BS 0-7 ૩૧/૦૩/૨૦૨૨
2 Bhoomi Agro Indstries,Rajkot BS 0-5 ૩૧/૦૩/૨૦૨૨
3 R.K.Agro Indstries, Junagadh RK-5 ૩૧/૦૩/૨૦૨૨

 

Pashu sanchalit vavaniyo સહાય યોજના દ્વારા મળવાપાત્ર લાભ

પશુ સંચાલિત વાવણીયો (ઓરણી) ખરીદવા પર સરકાર દ્વારા નીચે આપેલ ટેબલ મુજબ ખેડૂતો ને લાભ મળવા પાત્ર રહશે.

Pashu sanchalit vavaniyo

પશુ સંચાલિત વાવણીઓ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

Pashu sanchalit vavaniyo સહાય યોજના ના I khedut portal પર ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

  • આધાર કાર્ડ ની નકલ
  • આઈ ખેડૂત પોર્ટલ 7,૧૨,૮ અ ની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • અનુસુચિતજાતી અનેઅનુસુચિત જન જાતી નું પ્રમાણ પત્ર (જો હોય તો)
  • જમીન ના 7/૧૨ અને ૮ અ માં સંયુક્ત ખાતેદાર કેસ માં અન્ય હિસેદાર ના સમંતિપત્રક

Pashu sanchalit vavaniyo Online Registration Process

પશુ સંચાલિત વાવણીઓ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ નજીક ની તાલુકા કચેરીએ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે અથવા ઘરે બેઠા પણ ઓનલાઈનઅરજી કરી શકશે.

  • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
  • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો
  • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “ખેતી વાડીની યોજન ઓ “ લખેલ હશે તેના પર ક્લિક કરો
  • “ખેતીવાડી ની યોજના ઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં (૧૬) ક્રમે“પશુ સંચાલિત વાવણી યો “ માં“અરજીકરો” પર ક્લિક કરો
  • ક્લિક કાર્ય બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તમારી નજીક ના તાલુકા કચેરી એ જરૂરી ડોક્યુમેન્ટ ની સાથે જમા કરવાના રહશે

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply