Sarangpur Live Darshan: સાળંગપુર દર્શન: સાળંગપુર આજના લાઇવ દર્શન: સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન : ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં બરવાળા ગામ પાસે સાળંગપુર હનુમાનજી દાદા નું મંદિર આવેલું છે. અહીં દેશ વિદેશમાથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે, અને અહીં આવનાર ભક્તોને દર્શન માત્રથી જ હનુમાનજી તેમના જીવનના તમામ કષ્ટો દૂર કરી દે છે. સાથે સાથે ગ્રહ પીડા કે શત્રુ પીડા પણ નાશ પામે છે. ઘણા લોકો ઘરેબેઠા દાદાના લાઇવ દર્શન કરવા માંગતા હોય છે. આ માટે લાઇવ દર્શન લીંક મૂકેલી છે. જેના પરથી તમે દરરોજ લાઇવ દર્શન કરી શકસો.
સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન
આ મંદિરનો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત શ્રી ગોપાલનંદ સ્વામી એ આ મંદિરનો પાયો સ્થાપ્યો હતો, અને આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું એવું માનવામાં આવી રહ્યુ છે.
સારંગપુરના મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાના દુઃખ લઈને આવે છે અહીં ઘણા શ્રદ્ધાળુઓ ભૂત પ્રેત ના વડગાડ ના નિવારણ માટે આવતા હોય છે. મેલી વિદ્યા, મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.
Sarangpur Live Darshan
દર્શન સમય | સવારે 6 થી બપોરે 2 અને સાંજે 4 થી રાત્રે 9 |
પ્રસાદનો સમય | બપોરે 1 થી ૩ વાગ્યા સુધી |
પૂજન માટે નો સમય | સવારે 8 થી 9 |
ફી | નિઃશુલ્ક |
શહેર | બોટાદ |
જિલ્લો | બોટાદ |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.salangpurhanumanji.org |
Pingback: SBI personal loan apply online 2024 : SBI આપી રહી છે 25000 થી લઈને 8 લાખ સુધીની પર્સનલ લોન, આટલો છે વ્યાજ દર આવી રીતે કરો અરજી
Pingback: અબુધાબીના રણમાં બન્યું વિશ્વનું સૌથી ભવ્ય સ્વામિનારાયણ મંદિર આ તારીખે નરેન્દ્ર મોદી કરશે લોકા