You are currently viewing Solar Light Trap Yojana 2022 । સોલાર લાઈટ ટ્રેપ યોજના

Solar Light Trap Yojana 2022 । સોલાર લાઈટ ટ્રેપ યોજના

Solar Light Trap Yojana 2022 । I Khedut Portal । Solar Yojana । સોલાર લાઈટ ટ્રેપ યોજના । આઈ ખેડૂત પોર્ટલ 2022

ખેતીમાં પાકોનું જન્તુઓથી રક્ષણ કરવા માટે વિવિધ પ્રકારની દવાઓનો સંટકાવ ખેડૂતો કરતા હોય છે, પરંતુ આ દવાઓ ખુબ જ મોંઘી અને વારંવાર સંટકાવ કરવો પડતો હોય છે જેથી ખેડૂતોના પૈસા અને સમયનો પણ વ્યય થતો હોય છે.

આ બધી જ બાબતોને ધ્યાને લઈને લાઈટ ટ્રેપ (Light Trap) બનાવામાં આવી છે. આ લાઈટ ટ્રેપ માં ઉપર એક બલ્બ લગાડવામાં આવે છે અને તેની નીચે એક ટ્રે મુકવામાં આવે છે જેમાં ચિકાસ યુક્ત અથવા ઝેરી કેમીકલ રાખવામાં આવતું હોય છે.

જયારે બલ્બ ચાલુ કરવામાં આવે છે ત્યારે તે બલ્બને આકર્ષિત થઈ અને જન્તુઓ નીચે રહેલ ટ્રે પર બેસે છે. જેને લીધે જન્તુઓ તે કેમિકલના લીધે મરી જતા હોય છે.

સોલાર લાઈટ ટ્રેપ યોજના

આ લાઈટ ટ્રેપ થી ખેડૂતોના પૈસા અને સમય બંને બચી જતા હોય તેથી રાજ્ય સરકાર પણ ખેડૂતો આ લાઈટ ટ્રેપ લે તે માટે સબસીડી આપતી હોય છે.

આજના આ આર્ટિકલના માધ્યમથી અમે આપને જણાવીશું કે આ સોલાર લાઈટ ટ્રેપ યોજનામાં કેટલા રૂપિયા સુધીની સરકાર સબસીડી આપી રહી છે, આ યોજનાની પાત્રતા શું છે, યોજનાની અરજી માટે ક્યા ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અને આ યોજનાની ઓનલાઇન અરજી ઘરે બેઠા કેવી રીતે કરી શકાશે તેના વિશે સંપુણઁ માહિતી આપીશું તો આ આર્ટિકલને અંત સુધી જરૂર થી વાંચજો.

Solar Light Trap Yojana 2022

(Government Of Gujarat) ના ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સોલાર લાઈટ ટ્રેપ યોજના 2022 ને તા:- 21/02/2022 ના રોજ Ikhedut Portal પર અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ, અને એનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂ. 45,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસૂચિત જાતિ ને મળવા પાત્ર રહશે.

સામાન્ય વર્ગના (જનરલ જાતિના) ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ. 35,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે મળવા પાત્ર રહશે.

સોલાર લાઈટ ટ્રેપ યોજનાની પાત્રતા

ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા સોલાર લાઈટ ટ્રેપ યોજના માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.

  • આ યોજનામાં લાભ લેવા માંગતો ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • સોલાર લાઈટ ટ્રેપ ની ખરીદી કરવા માટે એમપેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાની રહશે.
  • અરજી કરનાર ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • આ યોજનાની અરજી ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પ્રતિ કરવાની રહશે.
યોજનાનું નામ સોલાર લાઈટ ટ્રેપ યોજના ૨૦૨૨
અરજીના ફોર્મની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદેશ્ય ખેડૂતોના પાક સંરક્ષણ હેતુ સોલાર લાઈટ ટ્રેપ યોજના માટે સબસીડી આપવામાં આવી રહી છે.
આ યોજનાના લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂતો
સહાય ની રકમ યોજના હેઠળ અનુસૂચિત જાતિ, અને એનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂ. 45,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસૂચિત જાતિ ને મળવા પાત્ર રહશે.

સામાન્ય વર્ગના (જનરલ જાતિના) ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ. 35,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે મળવા પાત્ર રહશે.

ઓનલાઈન અરજી માટેની વેબ્સાઈટ https://ikhedut.gujarat.gov.in

 

અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૨૧/૦૩/૨૦૨૨

Required Document Of Solar Light Trap Yojana 

ખેડૂતોને સોલાર લાઈટ ટ્રેપ યોજનામાં ઓનલાઇન અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

  • 7 – 12 ની ઝેરોક્ષ
  • ખેડૂતના રેશનકાર્ડની ઝેરોક્ષ
  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • જો ખેડૂત એસ. સી અથવા એસ. ટી જ્ઞાતિના હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો ખેડૂતની જમીન સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  • જો ખેડૂત આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો.
  • ખેડૂત સહકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો.
  • બેન્ક ખાતાની પાસબુક ના પહેલા પેજની ઝેરોક્ષ.
  • ખેડૂતનો મોબાઇલ નંબર

Solar Light Trap Yojana 2022 Online Registration Process

ઇલેક્ટ્રિક ચાફ કટર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ I Khedut Portal પરથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાશે.

  • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
  • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે https://ikhedut.gujarat.gov.in/ તેના પર ક્લિક કરો.
  • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.

I Khedut Portal Official Site

  • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “ખેતી વાડીની યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.

I Khedut Portal Official Site

  • “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં (46) ક્રમે “સોલાર લાઈટ ટ્રેપ યોજના” માં “અરજી કરો” પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.

FAQ`S Of Solar Light Trap Subsidy 2022

1) સોલાર લાઈટ ટ્રેપ યોજનાનો લાભ કોને મળવાપાત્ર રહશે?

>> સોલાર લાઈટ ટ્રેપ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને મળવા પાત્ર રહશે.

2) Solar Light Trap Yojan માં કેટલા રૂપિયા સુધીનો લાભ મળશે?

>> આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ, અને એનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂ. 45,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસૂચિત જાતિ ને મળવા પાત્ર રહશે.

સામાન્ય વર્ગના (જનરલ જાતિના) ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ. 35,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે મળવા પાત્ર રહશે.

3) સોલાર લાઈટ ટ્રેપ યોજનાનો લાભ ખેડૂતોને કેટલી વખત મળવાપાત્ર છે?

>> સોલાત લાઈટ ટ્રેપ યોજનાનો લાભ ખેડૂતોને 2 વાર મળવા પાત્ર રહશે.

4) સોલાર લાઈટ ટ્રેપ યોજનાના માટે એપ્લિકેશન ક્યાંથી કરવું?

>> સોલાર લાઈટ ટ્રેપ યોજના માટે ગુજરાત સરકાર ની આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાનું રહશે.

5) Solar Light Trap Yojana માટેની અરજીની છેલ્લી તારીખ કેટલી છે?

>> સોલાર લાઈટ ટ્રેપ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 21/03/2022 છે.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply