You are currently viewing Electric Chaff Cutter Subsidy In Gujarat 2022 । ચાફ કટર સબસીડી યોજના

Electric Chaff Cutter Subsidy In Gujarat 2022 । ચાફ કટર સબસીડી યોજના

Electric Chaff Cutter Subsidy In Gujarat 2022 । Electric Chaff Cutter Subsidy Yojana । Agriculture Machinery Subsidy । Farmer Subsidy

આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. અહીં ખેતી અને પશુપાલન એકબીજા સાથે સન્કળાયેલ વ્યવસાયો છે. ખેડૂતો ખેતરમાં બાજરો, જુવાર, અને મકાઈ જેવા લીલા ઘાસ ચારાનું વાવેતર કરતા હોય છે, અને આ ઘાસ ચારાને પોતાના પશુઓને ખવડાવતા હોય છે. જેથી પશુઓના દૂધ ઉત્પાદનમાં પણ સારો એવો વધારો જોવા મળતો હોય છે.

અહીં આ ઘાસ ચારાને હાથે થી કટકા કરીને પશુઓને ખવડાવામાં આવતો હોય છે.

પરંતુ આ પ્રોસેસ માં ખુબજ મહન્ત અને સમય માંગી લે તેવી હોય છે. આથી ઘણા ખેડૂતો/પશુપાલકો ઘાસ ને કટકા કર્યા વગર જ પશુઓને આપતા હોય છે. જે થી પશુઓ આ ચારાને સરખી રીતે ચાવી સકતા નથી અને ઘણો ખરો ચારો બગડી જતો હોય છે, આથી પશુઓ સરખી રીતે ચાવી ન શકવાને લીધે પશુઓના દૂધમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે.

આથી આપણી ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને ઘાસ ચારો કાપવામાં સરળતા રહે તે માટે ઇલેક્ટ્રિક ચાફ કટર ની ખરીદી પર સબસીડી આપવામાં આવી રહી છે.

આ આર્ટિકલના માધ્યમથી અમે આપને જણાવીશું કે ઇલેક્ટ્રિક ચાફ કટર ની ખરીદી પર સરકાર કેટલા રૂપિયા સુધીની સહાય આપી રહી છે, આ યોજનાની પાત્રતા શું છે. આ યોજનામાં અરજી કરવા દરમિયાન ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકાશે તેની સમ્પુણઁ માહિતી આપીશુ.

અન્ય સહાય યોજનાઓ વિશે જાણો

> Pashu Khandan Sahay Yojana 2022 | પશુ ખાણદાણ સહાય યોજના (અહી ક્લિક કરો.)

Electric Chaff Cutter Subsidy 2022

Government Of Gujarat ના ખેતીવાડી અને પશુપાલન વિભાગ દ્વારા I Khedut Portal પર તા :- 21/02/2022 ના રોજ ઇલેક્ટ્રિક ચાફ કટર યોજના અમલમાં મુકવામાં આવી હતી.

  • ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે
યોજનાનું નામઇલેક્ટ્રિક ચાફ કટર સહાય યોજના ૨૦૨૨
અરજીના ફોર્મની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદેશ્યપશુપાલકોને ઘાસ ચારો કાપવામાં સરળતા રહે તે હેતુ થી સબસીડી આપવામાં આવે છે.
આ યોજનાના લાભાર્થીગુજરાત રાજ્યના ખેડૂતો
સહાય ની રકમખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે
ઓનલાઈન અરજી માટેની વેબ્સાઈટhttps://ikhedut.gujarat.gov.in

 

અરજી કરવા માટેની છેલ્લી તારીખ31/૦5/૨૦૨૨

ચાફ કટર યોજનાની પાત્રતા

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ચાફ કટર સહાય યોજના માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.

  • આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના હોવા જોઈએ.
  • અરજી કરનાર ખેડૂત પોતાની માલિકીની જમીનનો રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ તમામ જ્ઞાતિના ખેડૂતો/પશુપાલકોને મળવાપાત્ર રહશે.
  • આ યોજનાના ઓનલાઇન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરવાના રહશે.

Required Document For Electric Chaff Cutter Subsidy 2022

ઇલેક્ટ્રિક ચાફ કટર સહાય યોજના માટેની ઓનલાઇન અરજી I Khedut Portal પરથી કરવાની રહશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

  • 7 – 12 નો પુરાવો
  • ખેડૂત / પશુપાલક ના રેશનકાર્ડની ઝેરોક્સ
  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • અનુસૂચિત જાતિ અને અનુ સૂચિત જન જાતિના હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો ખેડૂતની જમીન સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂત ખાતેદાર ની સંમતિ.
  • જો ખેડૂત આત્માનું રજીસ્ટ્રેશન ધાવતા હોય તો તેની વિગતો.
  • જો ખેડૂત સહકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોયતો તેની વિગતો.
  • બેન્ક ખાતાની પાસબુકના પહેલા પેજની ઝેરોક્ષ.

Electric Chaff Cutter Subsidy Yojana 2022 Online Registration Process

ઇલેક્ટ્રિક ચાફ કટર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ I Khedut Portal પરથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાશે.

  • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
  • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે https://ikhedut.gujarat.gov.in/ તેના પર ક્લિક કરો.
  • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
I Khedut Portal Official Site
  • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “પશુપાલનની યોજનાઓ લખેલ હશે તેના પર ક્લિક કરો.
Image Credit : Google Image
Image Credit : Google Image
  • પશુપાલનની યોજનાઓ પર ક્લિક કર્યા બાદ તેમાં (1) ક્રમે “પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય” માં “અરજી કરો” પર ક્લિક કરો.
Image Credit : Google Image
Image Credit : Google Image
  • ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.

FAQ`S Of Electric Chaff Cutter Subsidy

1) ચાફ કટર સહાય યોજનામાં પશુપાલકોને કેટલા રૂપિયા સુધીનો લાભ મળવાપાત્ર રહશે?

>> ખરીદ કિંમતનાં ૭૫% અથવા રૂ.૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

2) Chaff Cutter Subsidy Yojana નો લાભ કોને કોને મળવાપાત્ર રહશે?

>> આ યોજનાનો લાભ લેવા નાના, સીમાંત, સામાન્ય (જનરલ) જ્ઞાતિ, અને અનામત જ્ઞાતિના પશુપાલકોને મળવાપાત્ર રહશે.

3) ચાફ કટર સબસીડી યોજનાનો લાભ લેવા માટે ક્યાંથી અરજી કરવાની રહશે?

>> ચાફ કટર સબસીડી યોજનાનો લાભ લેવા માટે પશુપાલકોએ ઓનલાઇન I Khedut Portal પરથી અરજી કરવાની રહશે.

4) ઇલેટ્રીક ચાફ કટર સહાય યોજનાની અરજી માટેની છેલ્લી તારીખ કેટલી છે?

>> અરજી માટેની છેલ્લી તારીખ 31/05/2022 છે.

મિત્રો સાથે શેર કરો

Leave a Reply