Free Umbrella Sahay Yojana 2022 | Mafat Chhatri Yojana ikhedut Portal 2022 | ikhedut portal Gujarat | Free umbrella scheme
ઉનાળાની સીજન દરમિયાન ફળ અને શાકભાજીની જો સારી રીતે માવજત કરવામાં ન આવે તો તે તડકાને લીધે બગડી જતા હોય છે. આથી ઘણા ફળ અને શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ તડકાથી શાકભાજીને બચાવવા માટે મોટી છત્રીનો ઉપયોગ કરતા હોય છે.
પરંતુ જે નાના વેચાણ કરો છે તેની આર્થિક સ્થિતિ એટલી સારી ન હોવાથી તેઓ છત્રી લઇ શકતા નથી આથી ઉનાળા દરમિયાન આવા નાના વેપારીઓને ઘણી મુસીબતનો સામનો કરવો પડતો હોય છે.
આ બધીજ વાતોને ધ્યાને રાખીને આપણી ગુજરાત સરકાર દ્વારા આવા નાના વ્યવસાય કરોની મદદ કરવા માટે મફતમાં છત્રી યોજનાને અમલમાં મૂકી છે.

Free Umbrella Sahay Yojana 2022
Government of Gujarat ના Horticultural Department (બાગાયતી વિભાગ) દ્વારા ટ. ૦૧/૦૩/૨૦૨૨ ના રોજ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા બાબતની સહાય યોજનાને અમલમાં મુકવામાં આવી હતી.
યોજનાનું નામ | મફતમાં છત્રી યોજના 2022 |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
ઉદ્દેશ | મફત છત્રી યોજના દ્વારા નાના વેપારીઓને જે શાકભાજી અને ફળ વેચે છે તેમના શાકભાજી ફળ બગડી ન જાય તે માટે વિનામૂલ્યે છત્રી આપવામાં આવે છે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યનો ખેડૂત |
સહાય | આ યોજના દ્વારા ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા બાબતની સહાય યોજનાને અમલમાં મુકવામાં આવી હતી. |
અરજી વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/04/2022 |
મફત છત્રી સહાય યોજનાની પાત્રતા
ગુજરાત રાજ્યના બાગાયતી વિભાગ દ્વારા મફત છત્રી યોજના માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે.
- આ યોજના દ્વારા ફળ શાકભાજી ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઈડ વેચાણ કરતા હાટ બજારમાં વેચાણ કરતા કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે.
- આ યોજનામાં લાભાર્થી દીઠ (એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.
- મફત છત્રી યોજનાનો લાભ માત્ર ફળ ફૂલ અને શાકભાજી વેચનારાઓનેજ મળવાપાત્ર રહેશે.
- લાભ મેળવવા માંગતા વેચાણકારો રોડ સાઈડ, હાટ કે નાના બજાર માં વેચતા ફાટ્યા હોય તેમનેજ મળશે.
>> Mini portable AC Rs.400 | થોડી જ મિનિટોમાં રૂમને કરી દયે છે ટાઢુબોળ
Requirement Document for free Umbrella Sahay Yojana
મફત છત્રી સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે આ માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂર પડતી હોય છે.
- અરજી કરવા માંગતા વેચાણકારનું આધારકાર્ડ
- રેશનકાર્ડની ઝેરોક્ષ
- અનુસુચિત જતી / જન-જતી નું પ્રમાણપત્ર
- જો કોઈ સંસ્થા લાભ મેળવવા માંગતી હોય તો તેનું પ્રમાણપત્ર
Free Umbrella Sahay Yojana 2022 Online Registration Process
મફત છત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ નજીક ની તાલુકા કચેરીએ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે અથવા ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકશે.
- ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
- ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
- હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો

- અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “બાગાયતી યોજનઓ“ લખેલ હશે તેના પર ક્લિક કરો.

- “બાગાયતી યોજનઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં “મફત છત્રી સહાય યોજના” માં “અરજી કરો” પર ક્લિક કરો.

- ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
- આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.
FAQ’S of free Umbrella Sahay Yojana
1) મફત છત્રી યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવી છે?
>> આ યોજના ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
2) Free umbrella sahay yojana નો ઉદેશ્ય શું છે?
>> મફત છત્રી યોજના દ્વારા નાના વેપારીઓને જે શાકભાજી અને ફળ વેચે છે તેમના શાકભાજી ફળ બગડી ન જાય તે માટે વિનામૂલ્યે છત્રી આપવામાં આવે છે.
3) મફત છત્રી યોજનામાં કોન કોન અરજી કરી શકે છે?
>> મફત છત્રી યોજનામાં ફળ, ફૂલ અને રોડ સાઈડ પર શાકભાજી વેચતા નાના વેપારીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
4) મફત છત્રી યોજનામાં અરજી કરવાની છેલી તારીખ કેટલી છે?
>> આ યોજનામાં અરજી કરવાની છેલી તારીખ ૩૦/૦૪/૨૦૨૨ છે.