You are currently viewing Low Cost Onion Storage Structure Yojana 2022 | ડુંગળીના પાક માટે સંગ્રહ સ્ટ્રક્ચર યોજના

Low Cost Onion Storage Structure Yojana 2022 | ડુંગળીના પાક માટે સંગ્રહ સ્ટ્રક્ચર યોજના

Low Cost Onion Storage Structure Yojana 2022 । Pak Sangrah Structure Yojana 2022 | Onion Storage Structure | Onion Storage | storage structure subsidy | onion storage subsidy 

આ વર્ષે આપના ગુજરાત રાજ્યમાં ડુંગળીનું ખુબજ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. આથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડુંગળીના ભાવોમાં પણ ખુબજ મોટા પ્રમાણમાં તફાવત જોવા મળી રહ્યો છે. આથી ઘણા ખરા ખેડૂતો ડુંગળીના ભાવ સારા ન મળવાને લીધે ડુંગળીનું સંગ્રહ કરતા હોય છે.

ડુંગળીના પાક નું સંગ્રહ કરવા માટે પ્રોપર શેડની જરૂર પડતી હોય છે. જો તેનું સારી રીતે સંગ્રહ કરવામાં ન આવે તો તે બગડી જતી હોય છે. આથી ડુંગળીનું સંગ્રહ કરવા માટે સારા એવા સંગ્રહ સ્ટ્રક્ચરની જરૂર પડતી હોય છે.

Image Credit : Google Image
Image Credit : Google Image

પરંતુ આ સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું પણ ખુબજ ખર્ચાળ હોય છે. આથી ઘણા ખેડૂતો ડુંગળીનો સંગ્રહ કરતા નથી. અને ઓછા ભાવે વેચી દેતા હોય છે. આથી ખેડૂતોને ડુંગળીના પાકમાં સારી એવી મહેનત કર્યા બાદ પણ સારો ભાવ મળતો નથી.

અને બીજા ખેડૂતો જયારે માર્કેટમાં ડુંગળીના ઓછા ભાવ હોય ત્યારે તેનું સંગ્રહ કરતા હોય છે, અને જયારે માર્કેટમાં સારો ભાવ થાય ત્યારે ડુંગળીને વેચી દેતા હોય છે.

આ બધીજ વાતોને ધ્યાને રાખીને સરકાર દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાને અમલમાં મુકવામાં આવી છે. જેમાં ડુંગળીના પાક માટે ખાસ પ્રકારનું શેડ બનાવવા સબસીડી આપવામાં આવી રહી છે.

અન્ય સહાય યોજનાઓ વિશે જાણો

>> kesar mango disease | કેસર કેરીમાં એવું શું થયું કે ખેડૂતો ચિંતામાં મુકાયા

Low Cost Onion Storage Structure Yojana 2022

Government of Gujarat ના Horticulture Department (બાગાયત વિભાગ) દ્વારા ડુંગળી ના પાક સંગ્રહ માટે તા. ૦૧/૦૩/૨૦૨૨ ના રોજ ikhedut portal પર “લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર” ની સહાય યોજનાને અમલમાં મુકવામાં આવી. આ યોજના હેઠળ ખેડૂતોને ૨૫ મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા સ્ટ્રક્ચર માટે યુનિટ કોસ્ટ રૂ. ૧.૭૫ લાખ/એકમ ખુલ ખર્ચના ૫૦% મહતમ રૂ. ૮૭,૫૦૦/- એકમ મળવાપાત્ર રહેશે.

યોજનાનું નામ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર સહાય યોજના 2022
ભાષા ગુજરાતી અને અંગ્રેજી 
ઉદ્દેશ પાક સંગ્રહ યોજના થી ખેડૂતોને જ્યાં સુધી માર્કેટમાં બજાર ભાવ સારા ણ મળે ત્યાં સુધી માલનો સંગ્રહ કરી શકે અને બીજો ફાયદો આબોહવાકીય પરિસ્થિતિઓથી પણ પાકને સુરક્ષિત રાખવા માટે ખુબ જ લાભ દાયક છે.
લાભાર્થી ગુજરાત રાજ્યનો ખેડૂત 
સહાયની રકમ આ યોજના હેઠળ ૨૫ મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા સ્ટ્રક્ચર માટે યુનિટ કોસ્ટ રૂ. ૧.૭૫ લાખ/એકમ ખુલ ખર્ચના ૫૦% મહતમ રૂ. ૮૭,૫૦૦/- એકમ મળવાપાત્ર રહેશે.
અરજી વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2022

લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની પાત્રતા

ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ દ્વારા ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર માટે સહાય યોજના બહાર પાડવામાં આવી હતી જેમાં અરજી કરવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબની છે.

  • આ યોજમાંના અરજી કરવા માંગતો ખેડૂત ગુજરાત રાજ્યનો વાતની હોવો જોઈએ.
  • સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ તમામ જ્ઞાતિના લોકોને મળવાપાત્ર રહેશે.
  • આ યોજનાનો લાભ આજીવન એકજ વાર મળવાપાત્ર રહેશે.
  • યોજનાની અરજી ikhedut portal પરથી ઓનલાઈન કરવાની રહેશે.

Require Document for Low Cost Onion Storage Structure Yojana 2022

લો કોસ્ટ ડુંગળી સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

  • અરજી કરનાર ખેડૂતના આધારકાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જમીનના 7-12 , 8-અ ની ઝેરોક્ષ
  • જો ખેડૂતની જમીન સંયુક્ત ખાતેદારની હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિપત્રક
  • અરજી કરનાર ખેડૂત આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતો હોય તો તેનું પ્રમાણપત્ર
  • અનુસુચિત જાતી/જન-જાતિના હોય તો તેનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાના પાસબુક ની ઝેરોક્ષ
  • જો ખેડૂત સહકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો આપવાની રહેશે.

Low Cost Onion Storage Structure Yojana 2022 Online Registration Process

ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ નજીક ની તાલુકા કચેરીએ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે અથવા ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકશે.

  • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
  • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો
I Khedut Portal Official Site
I Khedut Portal Official Site
  • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “બાગાયતી યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
Image Credit : I Khedut Portal Official Site
Image Credit : I Khedut Portal Official Site
  • “બાગાયતી ની યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં “લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર” માં “અરજી કરો” પર ક્લિક કરો
Image Credit : I Khedut Portal Official Site
Image Credit : I Khedut Portal Official Site
  • ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
  • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.

FAQ’S Of Low Cost Onion Storage Structure Yojana 2022

1) પાક સંગ્રહ યોજના ક્યાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી?

>> ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા આ યોજનાને અમલમાં મુકવામાં આવી છે.

2) પાક સંગ્રહ યોજનાનો હેતુ શું છે?

>> પાક સંગ્રહ યોજના થી ખેડૂતોને જ્યાં સુધી માર્કેટમાં બજાર ભાવ સારા ણ મળે ત્યાં સુધી માલનો સંગ્રહ કરી શકે અને બીજો ફાયદો આબોહવાકીય પરિસ્થિતિઓથી પણ પાકને સુરક્ષિત રાખવા માટે ખુબ જ લાભ દાયક છે.

3) લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચરની યોજના માટે ક્યાંથી અરજી કરવાની રહેશે?

>> આ યોજનાની અરજી ઓનલાઈન ikhedut portal પરથી કરવાની રહેશે.

4) લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચરની યોજના માટે અરજીની છેલી તારીખ કેટલી છે?

>> ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર યોજના માટે અરજી કરવાની છેલી તારીખ ૩૦/૦૪/૨૦૨૨ છે.

 

મિત્રો સાથે શેર કરો

Leave a Reply